કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ક્વિઝ સ્પર્ધામાં સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની પ્રથમ

વાંકાનેરની એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ રાજ્ય સ્તરીય વિવેકાનંદ લેખિત ક્વિઝ સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. 

એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની હિતેક્ષા અશ્વિનભાઈ વોરાએ 11મી રાજ્ય સ્તરીય વિવેકાનંદ લેખિત ક્વિઝ સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે. આ સિદ્ધિ બદલ મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીના ઇન્ચાર્જ ડીઈઓ રાણીપા તેમજ શાળા પરિવારના તમામ ટ્રસ્ટીઓ, આચાર્યો પ્રધાનાચાર્ય દર્શનાબેન જાની તેમજ પ્રમુખ લલીતભાઈ મહેતાએ વિદ્યાર્થિનીને આશીર્વાદ આપી શુભેચ્છા પાઠવી છે. સાથે જ વિદ્યાર્થિની વિવેકાનંદજીના ઉચ્ચ વિચારોને જીવનમાં અપનાવી ખૂબ આગળ વધે અને ઉત્તરોતર પ્રગતિ કરીને શાળા પરિવારનું નામ રોશન કરે તેવા શુભાષિશ પાઠવ્યા છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!