રાજકોટ: રાજકોટ તાલુકાના ગામ સણોસરાની કિંમતી ખેડવાણ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવાનો દાવો મંજૂર કરતો અદાલતે ચૂકાદો આપેલ હતો.
આ કેસની હકિકત એવી કે રાજકોટ તાલુકાના ગામ સણોસરાના રેવન્યુ સર્વે નં. ૭૭/૧ પૈકી ૧ પૈકી ૨ ની જૂની શરતની બાગાયત પ્રકારની જમીન સમજુબેન મોહનભાઇ લીંબાસીયાની સ્વતંત્ર માલીકીની આવેલ હતી. આ જમીન સમજુબેન લીંબાસીયા સાથે વેચાણ કરવા સોદો નકકી થયેલ.
આ અંગે વેચનારા સમજુબેન લીંબાસીયાએ તેમના પુત્રને સાથે રાખી ખરીદનાર નરેશભાઈ લીંબાસીયાને વેચાણ કિંમત નકકી થયા મુજબ ખરીદનારે સુથી પેટેની રકમ વેચનારને ચૂકવી આપી રજીસ્ટેડ સાટાખત કરાર વેચનારે સબ રજીસ્ટર ઓફીસ, રાજકોટમાં ખરીદનારા જોગ સાટાખત કરાર રજીસ્ટેડ કરી આપેલ હતું.
ખરીદનાર કરારની શરતોનું પાલન કરવા તૈયાર હતાં. પરંતુ વેચનારને સાટાખતની કરારની શરતોનો ભંગ કરી કરારનું પાલન કરેલ ન હોય, કરારના વિશિષ્ટ પાલનનું હુકમનામું મેળવવા અમો વાદી હકકદાર હતા. આ કરાર સ્થાવર મિલ્કતનો હોય તેનું પાલન કરવા વેચનાર કાયદાથી બંધાયેલ છે. ખરીદનારે સાટાખત કરારની શરત મુજબ વેચનારને આ દાવાવાળી મિલ્કતનો વેચાણ દસ્તાવેજ કરી આપવા જણાવેલ, પરંતુ વેચનાર કરારની શરતોમાંથી ફરી જવા માંગતા હતાં. વેચનારે ખરીદનાર નામનો વેચાણ દસ્તાવેજ કરી આપવા માંગતા ન હતાં. તેથી અમો ખરીદનારે અમારા એડવોકેટ શ્રી મારફતે તા. ૨૦-૬-૨૦૨૨ ના રોજ વેચનારને નોટીસ પાઠવીને અમો ખરીદનાર જોગ રજી. વેચાણ દસ્તાવેજ કરી આપવા જણાવેલ, નોટીસ બજી ગયેલ હોવા છતાં નોટીસનો જવાબ પણ આપેલ નહિ. વેચનાર કરારનું પાલન ન કરવું પડે અને કરાર બીનફળદાયી બની રહે તે માટે થઇને અનેક પ્રયત્નો કરી રહ્યા હોય તેવા કારણોસર ખરીદનારે રાજકોટની અદાલતમાં કરારના વિશિષ્ટ પાલન દાવો દાખલ કરેલ હતો.
આ અંગે વેચનારને સમન્સ બજતા કોર્ટમાં હાજર થઈ વાંધાઓ રજૂ કરેલ. અને વાદીના એડવોકેટ ચેતનભાઇ એન. આસોદરીયાએ અદાલતમાં દાવા અરજીને અનુલક્ષીને જણાવેલ કે ખરીદનાર વાદી નામદાર અદાલતમાં કરાર પાલનનો દાવા લઇને આવેલ છે. વાદીએ કરારનું પાલન કરેલ છે. પ્રતિવાદી એ કરારનું પાલન કરેલ નથી. તમામ દસ્તાવેજી પુરાવાઓ અને જુબાનીઓ તથા નામદાર અદાલતમાં વાદીના એડવોકેટ શ્રીએ કરેલ ધારદાર દલીલો ધ્યાને લઇ રાજકોટના એડી. સીવીલ જજ શ્રી એમ એમ શુક્લે હુકમ કરેલ છે કે ખરીદનારે જોગ દિન-30 માં રજી. વેચાણ દસ્તાવેજ કરી આપવાનો હુકમ કરેલ છે.