કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દારૂ ભરેલી સેન્ટ્રો કાર ઝડપાઇ

સમથેરવા – રાજગઢ રોડ પર રીઢો બુટલેગર નાસી ગયો: તાલુકામાં દારૂ વેચતા ઝડપાયા

અંધારાનો લાભ લઈ બુટલેગર નાસી જતા પોલીસે કાર સહીત 2.17 લાખનો મુદામાલ કબ્જે કર્યો
ભલગામ, મીલપ્લોટ અને કુંભારપરાચોકમાં દારૂ વેચતા અલગ અલગ આરોપીઓ ઉપર પણ કાર્યવાહી થઇ 

વાંકાનેર : પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ હરિશ્ચન્દ્રસિંહ જાડેજા,ચમનભાઈ ડાયાભાઇ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ અજમલસિંહ ઝાલા, સંજયસિંહ ઘનશ્યામસિંહ જાડેજા અને ડ્રાઇવર દિનેશભાઇ લોખીલ નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે સમથેરવા – રાજગઢ રોડ ઉપર સેન્ટ્રો કાર પસાર થતા પોલીસની હાજરી જોઈ આ કાર નજીકમાં આવેલ જીઇબી પાસે કાર ઉભી રાખી નાસી જતા પોલીસે પીછો કર્યો હતો પરંતુ આ શખ્સ નાસી છૂટ્યો હતો.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

વધુમાં પોલીસે આ સેન્ટ્રો કારની તલાસી લેતા કારમાંથી મેકડોવેલ નંબર વન, રોયલ ચેલેન્જ, ઓલ સીઝન અને લંડન હાઈ બ્રાન્ડ વ્હીસકી અને વોડકાની 156 બોટલ કિંમત રૂપિયા 67,200 તેમજ દોઢ લાખની કિંમતની સેન્ટ્રો કાર કબ્જે કરી હતી. વધુમાં પોલીસને જોઈને નાસી ગયેલ આરોપી વિશાલ ગોરધન કોળી રહે.વરડુસર તાલુકો વાંકાનેર વાળો હોવાનું અને આ અગાઉ પણ આરોપી વિશાલ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વિદેશીદારૂના ગુન્હામાં પકડાય ગયેલ હોવાનું બહાર આવતા ફરાર વિશાલ વિરુદ્ધ પોલીસે પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

ભલગામ પાછળ આરોપી અનકભાઇ રાવતભાઇ ધાધલ આદીત્ય કારખાના પાસે રસ્તા ઉપર રૂપિયા ૮૦ની કિમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. મીલપ્લોટ વીસ્તારમાં આરોપી લાભુબેન બાબુભાઇ ડાભી પાસે રૂપિયા ૮૦ ની કિમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી. કુંભારપરાચોક પાસે આરોપી જાવિદભાઈ મહમદભાઈ જીંદાણી રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!