કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન

30 જુલાઈએ મોરબી જિલ્લાનો સમારોહ યોજાશે

મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ તારીખ 30 જુલાઈના રોજ મોરબીમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા 30 જુલાઈ ને રવિવારના રોજ સરસ્વતી સન્માન સમારોહ યોજાશે. જેમાં ધોરણ 5થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓએ તારીખ 14 જુલાઈ સુધીમાં પોતાની માર્કશીટ આપી દેવાની રહેશે.

માર્કશીટ આપવા માટે મહાવિરસિંહ જાડેજા ચાંદલી (તલાસ, મોરબી-2, મો.નં. 9879400007), હરદેવસિંહ જાડેજા (ગુ.હા.બોર્ડ મોરબી-2, મો.નં. 9825195961), દિલીપસિંહ પરમાર (મોરબી-2, મો.નં. 9825214344),

મહાવિરસિંહ જાડેજા (નગરપાલિકા મોરબી-1, મો.નં. 9925020249), જશવંતસિંહ ઝાલા (સોમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી, મો.નં. 9033600303), રાજભા સોઢા (ગુ.હા.બોર્ડ, શનાળા રોડ, મોરબી, મો.નં. 9825673936)નો સંપર્ક કરવા જણાવાયું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!