કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રાજપૂત સમાજ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ

રાજપૂત સમાજના અગ્રણીઓ મોરબી ખાતે ઉપસ્થિત રહેશે

મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા તા. ૩૦ ને રવિવારના રોજ બપોરે ૦૩ : ૩૦ કલાકે કેશવ બેન્કવેટ હોલ, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે ૫૧ વર્ષથી નિરંતર યોજાતા સરસ્વતી સન્માન સમારોહમાં ધોરણ ૫ થી અનુસ્તાનક કક્ષા અને વિવિધ ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.

જે સમારોહમાં રાજ્યસભા સાંસદ મહારાણા કેશરીદેવસિંહ ઝાલા, રાજમાતા વિજયકુંવરબા સાહેબ ઓફ મોરબી, ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલ, પૂર્વ કેબીનેટ મંત્રી આઈ કે જાડેજા, ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા, જામનગર ધારાસભ્ય રીવાબા જાડેજા તેમજ ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજા, તેમજ ડેપ્યુટી કલેકટર દેવેન્દ્રસિંહ ઝાલા, ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, જીલ્લા નિરીક્ષક પી એમ જાડેજા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

જે સમારોહમાં રાજપૂત સમાજના ભાઈઓ-બહેનોએ પધારવા રાજપૂત સમાજ પ્રમુખ દશરથસિંહ ઝાલા (અદેપર) અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજા (વીરપરડા) ની યાદીમાં જણાવ્યું છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!