મોટર સાયકલને ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત
વાંકાનેર: સરધારકાના એક દરબાર શખ્સ થાન દવા લઈને પરત ફરતા દલડી પાસે અકસ્માત થતા ફરિયાદ નોંધાવેલ છે.

ફરિયાદી સરધારકાના ભુપતસિંહ લાલુભા ઝાલા (ઉ.વ.૫૨) વાળાએ લખાવેલ છે કે પોતે મોટર સાયકલ હીરો સ્પલેન્ડર રજી.નં. GJ36AB2986 વાળુ લઈને

થાનથી દવા લઈને બપોરના પરત ફરતા હતા, ત્યારે દલડી ગામના પાટીયા પાસે રેલ્વે સ્ટેશન સામે રોડ પર પહોંચતા સામેથી એક ટ્રક ટ્રેલ૨

૨જી.નં. GJ12BY9035 રોંગ સાઈડમાં પુરઝડપે સામે આવેલ, જેથી મોટર સાયકલ સાઈડમાં લેવા છતાં હડફેટે લીધેલ અને
ફરિયાદીને ડાબા પગમાં નળાથી નીચેના ભાગે ગંભીર ઈજા થયેલ છે. ટ્રક વાળો ચાલક આગળ પોતાનો ટ્રક મુકી નાસી ગયેલ હતો. ત્યાં

દલડીના દુકાનવાળા મોનાભાઈ ગમારા તથા ચાંચડીયાના ભુરાભાઈ પુનાભાઈ કોળી આવી ગયેલ.

દલડી ગામના સરપંચ ૨સુલભાઇ આવી જતા તેમણે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફોન કરેલ અને રસુલભાઈ ફરિયાદીને તેમની ફોરવ્હીલ કારમાં

બેસાડી વાંકાનેર હોસ્પિટલ લાવવા માટે નીકળેલ અને ૧૦૮ એમ્બ્યુલન્સ બોકડથંભા ગામે સામે મળતા તેમાં હોસ્પિટલમાં લઈ આવેલ છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

