અસરફ બાદી અને અબ્દુલભાઈ ડાયરેક્ટરનું માર્ગદર્શન સફળ
વાંકાનેર: તાલુકાના સરધારકા ગામના રહેવાસી અને હાલ વાંકાનેર ગુલશન ગ્રીન સોસાયટીમાં રહેતા નઝરુદ્દીન શેરસીયા પોતે ઇન્ડિયન આર્મીમાંથી 27 વર્ષની સર્વિસ પૂરી કરી જુનિયર કમિશન અધિકારી (જેસીઓ)ની રેન્કથી નિવૃત્ત થયા હતા, સર્વિસ દરમિયાન દેશની સેવામાં પોતાનું અનોખું યોગદાન આપવામાં આવેલ હતું, જેમાં કારગીલની લડાઈ, ઑપી પ્રાક્રમ, ઓપી મેઘદૂત, ઓપી વિજય જેવા અનેક ઓપરેશનમાં ભારત દેશ માટે યોગદાન આપી ગુજરાતનું નામ રોશન કરવામાં આવ્યું છે….
નજરૂદીન શેરસીયા પોતે આર્મી કોર્સમાં આઈએમએ દેહરાદુન, ડ્રીલ કોર્સ, ઇન્ફેટ્રી સ્કુલ મહુથી પ્લાટુન વેપન કોર્સ કર્યો હોવાથી પોતે એક નિપૂણ હતા અને છેલ્લા પાંચ વર્ષની સર્વિસ, ઓફિસ ટ્રેનિંગ કોલેજ, ઓટીસી લખનૌમાં ઓફિસર રીકરૂટને ટ્રેનિંગ આપવામાં પૂર્ણ કરી હતી; જ્યાં તેમના માર્ગદર્શન હેઠળ લગભગ 4000 ઓફિસરોને બેઝિક ટ્રેનિંગ આપવાની કામગીરી કરવામાં આવી હતી, જે ખુબજ સરાહનીય કામગીરી કહી શકાય…
હાલમાં રાજકોટની મહાનગરપાલિકાની એન્ડ્રોયમેન્ટ ઇન્સ્પેક્ટરની ભરતીના આધાર પર એપ્લાય કરી હતી, જેમાં ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું. કમિશનર સાહેબની પૂરી ટીમ દ્વારા આ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું. એમાં નજરૂદીન શેરસીયા પ્રથમ સ્થાન મેળવી પોસ્ટ મેળવેલ છે, જેમાં અસરફ બાદી અને અબ્દુલભાઈ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ ઇન્ટરવ્યૂની તૈયારી કરવામાં આવી હતી અને ફરી રાજકોટમાં એન્ક્રોયમેન્ટ રીમુવલ ઇન્સ્પેકટરની પોસ્ટ થકી સેવા કરવાનો અવસર પ્રાપ્ત થતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.