ગામના વિકાસને નવી દિશા આપવાનો કોલ
વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ભાટીયાની ગ્રામ પંચાયત અલગ થયા બાદ પ્રથમ સરપંચ તરીકે હર્ષાબાદ મનોહરસિંહ જાડેજા અને ઉપસરપંચ ભાટીયા સોસાયટી ગ્રામ પંચાયતના રેશમાબેન નિઝામુદીનભાઇ શેરસીયા એ પ્રમુખ ઉપપ્રમુખ પદ સંભાળી વિકાસ કાર્યની શરૂઆતનું બીડુ ઝડપી લીધુ છે.

પાયાની પ્રાથમિક સુવિધા સાથે સાથે સૌનો સાથ સૌનો વિકાસ લક્ષ્યને પ્રધાન્ય આપવામાં સરપંચ પ્રતિનિધિ મનોહરસિંહ જાડેજા ટીનુભાએ ગ્રામ પંચાયત વહીવટદાર હસ્તક ભાટીયા સોસાયટી મત વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યોમાં સ્થાન આપ્યું છે તેવું સ્થાનિક મતદાર પ્રજાનું કહેવું છે. તેના પરિણામે હર્ષાબા અને રેશમાબેન સરપંચ ઉપસરપંચની આખે આખી ટીમમાં જંગી લીડ બહુમતી સાથે વિજય મેળવ્યો છે જેમાં ભાટીયા સોસાયટી ગ્રામ પંચાયતમાં 10 વોર્ડ આવેલા છે.

તેમાંથી 9 વોર્ડમાં હર્ષાબા મનોહરસિંહ જાડેજા ઉર્ફે ટીનુભા અને રેશમાબેન નિઝામુદીનભાઇ શેરસીયા સહિત એ સંભાળ્યાની સાથે પ્રાથમિક વિકાસ કાર્યને પ્રાધાન્ય આપવાની સાથે સાથે ભાટીયા સોસાયટી વિસ્તારમાં એકતા ભાઇચારો જળવાઇ રહે તેમ સૌનો સાથ સૌનો વિકાસ દેશના વડાપ્રધાનના સુત્રને સાર્થક કરવાની સાથે સાથે દેશના વડાપ્રધાનની વિચારધારાને પ્રધાન્ય આપી ભાટીયા સોસાયટી ગામ પંચાયત વિસ્તારમાં પાયાની પ્રાથમિક સુવિધાની સાથે વિકાસને વેગ આપવામાં આવશે. જેનો પ્રકાશ આવનાર સમયમાં મતદાર પ્રજાને સમસ્યા મુકત કરશે તેમ સરપંચ પ્રતિનિધિ મનોહરસિંહ જાડેજા ટીનુભાઇ જણાવ્યું છે…

