પુરસ્કાર શિક્ષક દિન નિમિતે સરકાર દ્વારા મળેલ હતો
મોરબીની નવયુગ સ્કુલ વિરપર ખાતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીમાં જિલ્લા/તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર મોરબી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર તાલુકાના શ્રી સરતાનપર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી સાણંદિયા નીરલબેન નારણભાઈ જેને વાંકાનેર તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મળેલ છે. જેઓ અગાઉ 
બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ, બેસ્ટ એજ્યુકેશન એવોર્ડ, બેસ્ટ એક્ટિવિટી એવોર્ડ અને બેસ્ટ ભરતનાટ્યમમાં ખિતાબ મેળવી ચૂકવેલ છે. શિક્ષક દિન નિમિત્તે ગઈ કાલે તેમને સરકારશ્રી દ્વારા જે પુરસ્કાર રકમ પેટે મળેલ છે. તે રકમ તેમને શ્રી યદુનંદન ગૌ સેવા એન્ડ માનવસેવા ટ્રસ્ટ-મોરબી ખાતે દાનમાં આપીને ગૌ સેવા અને અન્નક્ષેત્ર માટેનું યોગદાન આપેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 
સાણંદિયા નિરલબેન નારણભાઇ ૩૦/૦૪/૨૦૧૦ ના રોજ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલ શ્રી રાયધનપર પ્રા. શાળામાં શિક્ષક (ધોરણ ૦૧ થી ૦૫ ) તરીકે નિમણૂક પામેલ જ્યાં તારીખ ૨૯/૧૦/૨૦૧૩ સુધી પુરી નિષ્ઠા અને ઉત્સાહપૂર્વક ફરજ બજાવેલ ત્યારબાદ ૨૯/૧૦/૨૦૧૩ થી કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલ શ્રી પ્રતાપગઢ શાળામાં શિક્ષક (ધોરણ ૦૧ થી ૦૫) તરીકે ફરજ બજાવેલ ત્યાર બાદ હાલ તા. ૨૩/૦૨/૨૦૨૨ થી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ શ્રી સરતાનપર પ્રા. શાળામાં પોતાની ફરજ બજાવે છે. નોકરીમાં ૧૫ વર્ષમાં 
૧૫ વર્ષ પ્રજ્ઞા વર્ગ સંભાળેલ છે. બાળકો શિક્ષણમાં વધુ રસ કેળવે તે માટે અવનવી પ્રવૃત્તિઓ અને રમતો દ્વારા જ્ઞાન આપે છે અને અવનવી પ્રવૃત્તિ સાથે વિવિધ પ્રોજેક્ટ દ્વારા બાળકોને શિક્ષણ પ્રત્યે રસ દાખવતા કરે છે. પ્રજ્ઞા વર્ગની ગોઠવણી જૂથ કાર્ય મુજબ વર્ગ કાર્ય વગેરે બાબતોમાં નિપુર્ણતા કેળવેલ છે. માળીયા તાલુકાના મોટાભાગના પ્રજ્ઞા તાલીમ વર્ગોમાં માસ્ટર ટ્રેનર તરીકે કાર્ય કરેલ છે. અનેક સહ અભ્યાસ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ અને સર્જનાત્મક વિકાસ થાય તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે…