વાંકાનેરના સરતાનપરમાં કારખાનામાં કામ દરમિયાન પેટમાં દુખાવો થતા યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે.આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના સરતાનપર ફેશન વીકટ્રીફાઇડ કારખાનામાં કામ કરતાં 30 વર્ષીય યુવક સાધુભાઇ ભગવાનસીંગ બારેલાને તારીખ ૧૨ના રોજ અચાનક પેટમાં દુખાવો થયો હતો. જેને પગલે તેનું મોત નીપજયું હતું.
આ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મોતનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.