

બનાવની વિગતો મુજબ મૂળ બિહારના રહેવાસી મોહમ્મદવકીલ મહોમદઅબ્દુલ રજાકએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસમાંલોડર નંબર GJ 3 EA 8528 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીનો દીકરો નસીમુદ્દીન મહમદવકીલ રજાક (ઉ.વ. ૨૩) વાંકાનેરના સરતાનપર-માટેલ રોડ ઉપર આવેલ લેન્ડડેકોર કારખાનામાં મેન્ટેનન્સ વિભાગમાં કામ કરતો હોય ત્યારે લોડરના ચાલકે પાછળ જોયા વગર તેનું વાહન રિવર્સમાં લેતા નસીમુદીનને હડફેટ લીધો હતો જેથી તેને માથા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું.
બીજી પોલીસ ફરિયાદ મુજબ સરતાનપર ગામ નજીક આવેલ સીલોન ગ્રેનીટો નામનાં કારખાનામાં કામ કરતાં ફરિયાદી સંજયભાઈ ઘનશ્યામભાઈ નાકિયાએ પોતાનું હીરો સ્પેલ્ડર બાઈક નં. GJ 13 AJ 3522 કારખાનામાં લોડીંગ પોઇન્ટની બાજુમાં પાર્ક કરેલ હોય જે કોઈ અજાણ્યા શખ્સોએ રૂ. 40 હજારની કિંમતનું બાઈક ચોરી કરી ગયા હતા.