ઉમરાહ અને હજ માટે સાઉદી અરબ જનારા માટે ત્યાંની સરકારે નિયમ બનાવ્યા છે અને ઈન્ફલ્યુએન્ઝા રસીકરણ ફરજિયાત જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં,
આરોગ્ય અને નિવારણ મંત્રાલયે રસીકરણ પ્રોટોકોલ અને સ્વાસ્થ્ય સાવચેતીઓનું પાલન કરવા પર પણ ભાર મૂક્યો છે. ઉમરાહ યાત્રાળુઓએ 26 માર્ચ 2024 થી તેમના ઈન્ફલ્યુએન્ઝા રસીકરણનો પુરાવો દર્શાવવો પડશે.
આરોગ્ય અને નિવારણ મંત્રાલયે પ્રવાસીઓને તેમની મુસાફરીની તારીખ પહેલા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવાની સલાહ આપી છે. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તેઓએ સરકારી અને ખાનગી આરોગ્ય કેન્દ્રો પર ઉપલબ્ધ તમામ જરૂરી રસી મેળવી લીધી છે.
મંત્રાલય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે રસીની અસરકારકતા અને રોગપ્રતિકારક શક્તિની ખાતરી આપવા માટે, વ્યક્તિએ મુસાફરીના ઓછામાં ઓછા 10 દિવસ પહેલા રસીકરણ કરાવવું આવશ્યક છે.
જ્યારે વૃદ્ધ દર્દીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ હજ અને ઉમરાહ પહેલા તેમના સ્વાસ્થ્યની સ્થિરતાની પુષ્ટિ કરવા માટે તેમના ડૉક્ટરની સલાહ લો.
મુસાફરોને તેમની સાથે દવાઓનો પૂરતો પુરવઠો જાળવવા પણ સૂચન કરવામાં આવ્યું છે. તબીબો દ્વારા આપવામાં આવેલી સલાહને ગંભીરતાથી લો અને રસીકરણની પ્રક્રિયા પૂર્ણ કરો. આ ઉપરાંત મુસાફરોને સતત કસરત કરવાની અપીલ પણ કરવામાં આવી છે.
મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે જે મુસાફરોએ ગયા વર્ષે ઇન્ફલ્યુએન્ઝા રસીકરણ કરાવ્યું હતું. તેમને નવા ડોઝની જરૂર નથી.
તે મુસાફરી કરતા પહેલા અલ હોસ્ન એપ દ્વારા પોતાનું રસીકરણ કાર્ડ બતાવી શકે છે. પબ્લિક હેલ્થ સેક્ટરના આસિસ્ટન્ટ સેક્રેટરી ડૉ. હુસૈન અબ્દુલ રહેમાન અલ રેન્ડ કહે છે કે અમે માત્ર એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે હજ અને ઉમરાહ યાત્રાળુઓને રસી આપવામાં આવે, પરંતુ અમારી વચ્ચે રહેતા નબળા લોકોની પણ કાળજી લઈ રહ્યા છીએ. આમાં વૃદ્ધ લોકો, ક્રોનિક દર્દીઓ, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓનો સમાવેશ થાય છે.