અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનો લંબાવાઈ
હજી નોટિફિકેશન આવ્યું નથી, નોટિફિકેશન આવ્યે ટાઈમ અને સ્ટોપેજની ખબર પડશે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચારા આવ્યા છે, જેમાં લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ આપી હતી. આ 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવી.
સૌરાષ્ટ્રવાસીઓ માટે લાંબા અંતરની 6 ટ્રેનો લંબાવાઈ છે જેમાં
ટ્રેન નં. 19421/22 અમદાવાદ – પટના એક્સપ્રેસ, (આ ટ્રેન ઉજ્જેન, પ્રયાગરાજ, વારાણસી, કાશી થઇને પટના જાય છે)
ટ્રેન નં. 22967/68 અમદાવાદ – પ્રયાગરાજ એક્સપ્રેસ, (આ ટ્રેન સુરત, નંદુરબાર, ખંડવા, જબલપુર, સતના થઇને પ્રયાગરાજ જાય છે)
ટ્રેન નં. 19413/14 અમદાવાદ – કોલકાતા એક્સપ્રેસ, (આ ટ્રેન ઉજ્જેન, બીના, આસનસોલ થઇને કોલકાતા જાય છે)
ટ્રેન નં. 11049/50 અમદાવાદ – કોલ્હાપુર એક્સપ્રેસ, (આ ટ્રેન સુરત, કલ્યાણ જંકશન, પુણે, થઇને કોલ્હાપુર જાય છે)
ટ્રેન નં. 22137/38 નાગપુર – અમદાવાદ એક્સપ્રેસ (આ ટ્રેન નાગપુરથી અકોલા, જલગાઉં, સુરત થી અમદાવાદ આવે છે)
ટ્રેન નં. 12917/18 અમદાવાદ – હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (આ ટ્રેન ગોધરા, રતલામ, મથુરા થઈને હઝરત નિઝામુદ્દીન જંક્શન જાય છે)
આ ટ્રેનોની માત્ર જાહેરાત થઇ છે, હજી નોટિફિકેશન આવ્યું નથી, નોટિફિકેશન આવ્યે ટાઈમ અને સ્ટોપેજની ખબર પડશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને આ લાંબા અંતરની ટ્રેનોની સુવિધા મળે તે માટે આ ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ પોતાના સોશ્યલ મીડિયા X (ટ્વિટર) પર શેર કરી હતી.