કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

એસબીઆઈને ભડુઆતને ૨૮ લાખ ચુકવવા પડશે

વાંકાનેર હરીદાસ રોડ ઉપર સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયાએ લીઝ પર માસિક ભાડામાં લીધેલ મકાન અંગે ચૂકાદો

રાજકોટ: વાંકાનેરની સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયાની ભાડાવાળી જગ્‍યા તથા ચડત ભાડુ રૂા. ૨૮ લાખ ચુકવવાનો હુકમ કોર્ટે કર્યો હતો.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે વાંકાનેર હરીદાસ રોડ ઉપર સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયાએ લીઝ પર માસિક ભાડાથી મુકેશભાઇ ભગવાનજીભાઇ સંઘવી પાસેથી લીઝ પર આપેલ, તેની લીઝના કરાર પુરા થઇ જવા છતા એગ્રીમેન્‍ટ રીન્‍યુ કરાવેલ નહીં.

અવાર નવાર તેઓના કબજાવાળી જગ્‍યાને જેઓ છેલ્લા ઘણા લાંબા સમયથી ઉપયોગ કરતા ન હતા અને સ્‍થળાંતર બીજી જગ્‍યાએ કરેલ, તેમ છતા તેઓ ચડત ભાડુ માસિક રૂા. ૪૨ હજાર લેખે તા. ૧/૯/૨૦૧૭થી ચુકવેલ નહીં. જગ્‍યાના માલિક મુકેશ ભગવાનજીભાઇ સંઘવીએ અવાર-નવાર નોટીસ આપેલ, તેમ છતા સ્‍ટેટ બેંક તેના કબ્‍જાવાળી જગ્‍યાનો કબજો તથા ચડત ભાડુ ચુકવતા ન હતા.

તેથી મકાન માલિક સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયા સામે વાંકાનેર સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરેલ.

સમન્‍સ નોટીસ બજી જવા છતા કબ્‍જો તથા ચડત ભાડુ ન ચુકવતા વાદી તરફે દસ્‍તાવેજો પુરાવા વિગેરે ધ્‍યાને લઇ અદાલતે સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયાના ગેરકાયદેસરના કબજામાં રહેલ જગ્‍યા હુકમની તારીખ થી ૩૦ દિવસમાં કબજો આપવા તથા તા.૧/૯/૨૦૧૭થી ચડત ભાડુ માસિક રૂા. ૪૨ હજાર તથા ઘટતી રકમ રૂા. ૧૬,૮૦૦ તેમજ કબજો મળતા સુધી રકમ ચુકવી આપવાનો હુકમ કરેલ છે.

સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયા વાંકાનેર બ્રાન્‍ચના જવાબદાર અધિકારી તથા વકીલ પણ મુદતે હાજર રહેલ, તેમ છતા અદાલતે સંજોગો તથા કેશની હકીકત ધ્‍યાને લઇ સ્‍ટેટ બેંક ઇન્‍ડીયા વાંકાનેર બ્રાન્‍ચ વિરૂધ્‍ધ હુકમ કરેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!