કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગોટાળા અગાઉના માહિતી પછીની મંગાઈ !

શિક્ષણ જેવા અગત્યના વિભાગના થાબડભાણા સામે આગેવાનોની ચૂપકીદી કેમ?

મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ સમય ગાળાને બદલે ચાલુ વર્ષના પ્રવાસી શિક્ષકની માહિતી માંગતો શિક્ષણ વિભાગ ! છે ને અજાયબી?

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચારની અનેક માહિતી સામે આવી છે, જેમાં ખાસ કરીને પ્રવાસી શિક્ષકોના પગારમાં પણ ગોલમાલની માહિતી સામે આવેલ છે; ત્યારે ગોલમાલ કરવામાં આવી તે સમયની માહિતી માંગવામાં આવે તો ગોટાળા સામે આવે તેવી શક્યતા છે. શિક્ષણ વિભાગના અધિકારી હાલમાં ચાલુ વર્ષની પ્રવાસી શિક્ષકની માહિતી માંગવામાં આવી છે, જેથી કરીને ઉલટી ગંગા જેવો ઘાટ જોવા મળી રહયો છે.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખાનો લાખોનો ભ્રષ્ટાચાર હાલ ચર્ચાના ચગડોળે છે, ત્યારે દરરોજ કંઈક ને કંઈક નવા નવા ફણગા ફૂટી રહ્યા છે, જેમાં વળી એક ઉલટી ગંગા જોવા મળી. વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ દરમ્યાન વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખા દ્વારા શાળામાં પ્રવાસી શિક્ષકોની નિમણુંક કર્યા વગર જ તાલુકા પંચાયતમાં શિક્ષણના ભોગે વહીવટી કામગીરી કરતા શિક્ષકો તત્કાલિન બીઆરસી કો.ઓર્ડીનેટરના સગા વ્હાલાઓના નામ કાગળ પર ચડાવી પ્રવાસી શિક્ષક તરીકેના પગારની ચુકવણી તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવી હતી; જો તે સમયની માહિતી માંગવાના બદલે પ્રવાસી શિક્ષકોની ચાલુ વર્ષમાં નિમણુંક આપેલ પ્રવાસી શિક્ષકોની માહિતી સમગ્ર મોરબી જિલ્લાના આચાર્યો પાસેથી માંગવા આવેલ છે.

હાલ આચાર્યો વેકેશનમાં હોય આ માહિતી માંગતા આચાર્યો કચવાટ કરતા ચર્ચા કરી રહ્યા છે કે, નજર સામે ભ્રષ્ટાચારીઓ જલસા કરી રહ્યા છે અને તપાસ પૂર્ણ થઈ ગઈ છે. નિવેદનો લેવાયા એને પણ એક પખવાડિયુ થઈ ગયું છે, તો પણ તેની સામે કોઈ કાર્યવાહી કરેલ નથી અને પાડાના વાંકે પખાલીને ડામની જેમ ચાલુ વર્ષે તો પ્રવાસી શિક્ષકોની યોગ્ય અને વ્યવસ્થિત રીતે નિમણુંક થયેલ; એટલે ભ્રષ્ટાચારીઓને ક્લીન ચિટ મળે એવા હેતુથી જિલ્લા પંચાયત દ્વારા જૂની માહિતીના બદલે નવા પ્રવાસી શિક્ષકોની માહિતી માંગી છે. જો કે, વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ દરમ્યાન વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખા દ્વારા કેટલા પ્રવાસી શિક્ષકોનો પગાર આપવામાં આવેલ છે, તેની માહિતી મેળવીને જાહેર કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!