રૂ. ૧,૨૦,૦૦૦ નો ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ ફાયદો
વાંકાનેર: રાજ્યના સફાઈ કામદારો તથા તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ મળી રહે તે માટે રાજ્ય મા ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના કાર્યરત છે.
આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રૂ.૧,૨૦,૦૦૦/- ની નાણાંકીય સહાય મળવાપાત્ર છે. જે અરજદારને ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે.ઉપરાંત પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ માત્ર ઓનલાઈન સબમીટ કરવાના રહેશે.
વધુ માહિતી માટે મોરબીના જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની કચેરી જિલ્લા સેવા સદન નં.૪૬/૪૭, સો ઓરડી, મોરબી ફોન નં. ૦૨૮૨૨૨૪૨૨૨૪ પર સંપર્ક કરવાનો રહેશે. તેમ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, મોરબી જિલ્લા મેનેજર ડી. એમ. સાવરીયાની યાદીમાં જણાવાયું છે.