ધારાસભ્યશ્રી અને પ્રાંત અધિકારીશ્રીની ઉપસ્થિતિ
ભીમજીભાઈ બેડવાની શિક્ષકોની ઘટ બાબતે રજુઆત
વાંકાનેર: તાલુકાના છેવાડાના અંતરિયાળ ઠીકરીયાળા ગામમા વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી અને પ્રાંત અધિકારી શ્રી વી . ડી. સાકરીયા સાહેબના સયુંક્ત અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના ઠીકરીયાળા ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી તેમજ ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી એ શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી અષાઢી બીજના દિવસે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે જીતુભાઈ સોમાણી અને પ્રાંત અધિકારી શ્રી વી ડી સાકરીયા સાહેબ દ્વારા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની પ્રગતિ વિશે કહ્યું કે બાળકોને શિક્ષિત કરવા માટે સરકાર ભગીરથ પ્રયાસો કરી રહી છે, જેના પરિણામે ડ્રોપઆઉટ રેશિયો આજે ૪૧% થી ઘટીને માત્ર ૨% પર પહોંચ્યો છે. બાળકોને ઉત્તમ શિક્ષણ મળે અને તેમનું યોગ્ય ઘડતર થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આજે રાજ્યના મુખ્યમંત્રીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી સૌ કોઈ શાળાઓમાં પહોંચી નવા વિદ્યાર્થીઓને ઉમળકાભેર આવકારી રહ્યા છે, જે સરકારની શિક્ષણ પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે…
વધુમાં ઉમેર્યું કે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે શરૂ કરેલા ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ જેવા કાર્યક્રમોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ કાર્યક્રમોના અમલના પરિણામે આજે દીકરીઓના શિક્ષણ સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી શિક્ષણ ક્ષેત્રની અનેક પ્રકારની યોજનાઓનો મહત્તમ લાભ લઈને પ્રગતિ સાધવા આહવાન કર્યું હતું આ પ્રસંગે ઠીકરીયાળા ગ્રામ પંચાયતના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ભીમજીભાઈ બેડવા દ્વારા ગામની પ્રાથમિક શાળામા શિક્ષકોની ઘટ બાબતે અને ઠીકરીયાળા માઘ્યમિક શાળાના ઝડફથી કાર્યવાહી કરવા માટે યોગ્ય રજુઆત કરવામા આવી ગામના રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે રજુઆત કરવામા આવી આ પ્રસંગે માધ્યમિક શાળા ઠીકરીયાળા ખાતે અભ્યાસ,રમત-ગમત તથા અન્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.સાથે જ શાળાના વિદ્યાર્થીઓએ પર્યાવરણ, વિજ્ઞાન, ટેકનોલોજી સહિતના વિષયો પર ઉત્કૃષ્ટ વક્તવ્ય રજૂ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના “એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે” ના સંકલ્પને સાકાર કરવા સમગ્ર રાજ્યમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, પ્રાંત અધિકારી શ્રી વી.ડી.સાકરીયા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી નવઘણભાઈ મેઘાણી વાંકાનેર તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન શ્રી પાયલબેન બેડવા ગામના સરપંચ શ્રી ગૌરીબેન હકાભાઈ માંડાણી ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેનશ્રી ભીમજીભાઈ બેડવા તેમજ ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, માઘ્યમિક શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પાડલીયા, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી , શિક્ષક ગણ, વાલીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા…




