સામસામી ફરિયાદો થઇ
વાંકાનેર: તાલુકાના લીંબાળા ગામે જમીન માપણી અંગેની થયેલ અરજી બાબતે માપણી વખતે ઉશ્કેરણીજનક ગાળો બોલી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ચાર જણા ઉપર કલમ 323, 504, 506 (2) અને 114 મુજબ ફરીયાદ થઇ છે.
બનાવની જાણવા મળ્યા મુજબ વિગત એવી છે કે લીંબાળામાં રહેતા ગુલામમુસ્તુફાભાઈ ઉસ્માનભાઈ ચારોલીયાએ ફરિયાદ લખાવેલ છે કે ગઈ કાલે સાંજના આશરે ચાર -સાડા ચારેક વાગ્યે પોતે ઘરના સભ્યો સાથે એમના ઘરે હતા આ વખતે ગામના ઉસ્માનભાઈ ફતેહભાઈ કડીવાર તથા તેના પત્નિ રોશનબેન એમના ઘર પાસે બજારમા વાંકાનેરથી આવેલ તલાટી મંત્રી કુમારપાલસિંહ તથા સર્કલ સી. કે. પટેલ જે બંને સરકારી કર્મચારીઓ આ ઉસ્માનભાઈએ જમીન માપણી અંગે અરજી કરેલ હોય અને બંને સરકારી કર્મચારીઓ માપણી કરતા હતા
અને આ વખતે આ રોશનબેન તેમને જોઇને ગાળો બોલવા લાગેલ અને એમના મકાન પડાવી દેવા છે તેમ બોલતા હોય જેથી ફરિયાદીએ રોશનબેન અને ઉસ્માનભાઈને કહેલ કે જે હશે તે કાયદેસર થશે. તમો અમોને જોઈ ગાળો કેમ બોલો છો તેમ કહેતા આ બંને પતિ પત્નિ એકદમ ઉશ્કેરાય જઈ ઢીકાપાટુનો મુઢ માર મારેલ અને આ વખતે ફતેહભાઈ ચારોલીયા તથા હાજીભાઈ સાજીભાઈ ચારોલીયા ત્યાં આવેલ અને આ લોકોને સમજાવવા જતા તેઓને પણ ગાળો બોલવા લાગેલ અને ઝપાઝપી કરવા લાગેલ. આ વખતે ઈદ્રીશભાઈ ફતેહભાઈ કડીવાર તથા મુસ્તાકભાઈ ઉસ્માનભાઈ કડીવાર જેના હાથમાં લાકડી હતી તેના વતી મુંઢમાર અને ઢીકાપાટુનો પણ માર મારેલ અને જતા જતા કહેતા ગયેલ કે આજે તો તમો બચી ગયા છો તમને જાનથી મારી નાખવા છે. અને ઝપાઝપી વખતે મારા કાકી ત્યા આવતા તેઓ ઝપાઝપીમા પડી ગયેલ હતા અને તેઓને શરીરે મુંઢ ઈજા થયેલ છે. પોલીસખાતાએ ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરુ કરેલ છે.
સામ પક્ષે લીંબાળા ગ્રામ પંચાયતના સભ્ય ઉસ્માનભાઇ ફતેહભાઇ કડીવારે ફરિયાદ કરી છે કે ગઈ કાલે પોતે ઘરે હતા ત્યારે ગામના તલાટી કુમારપાલસિંહ ઝાલાનો ફોન આવેલ કે અમો તમારા ગામમા જે જમીન બાબતની અરજી કરેલ તેની માપણી કરવાની છે તો તમો માપણી વાળી જગ્યાએ આવો, જેથી પોતે ગામમા મુમના શેરી હાજીભાઇ સાજીભાઇ ચારોલિયાના ઘર પાસે શેરીમા ગયેલ, ત્યારે તલાટી તથા સર્કલ માપણી કરવા આવેલ હોય તેઓને પોતે આ અરજીમા જણાવેલ વિગતે વાત કરેલ અને આ બંને સરકારી કર્મચારીઓ જે દબાણ હોય તે જગ્યાની માપણી શરૂ કરી હતી. આ વખતે હાજીભાઇ સાજીભાઇ ચારોલિયાએ કહેલ કે આ લોકોને માપણી કરવા દેવી નથી તેમ ઉંચા અવાજે બોલતા ત્યારે હનીફભાઇ ફતેહભાઇ ચારોલિયા પાસે લાકડાનો ધોકો તથા હબીબભાઇ ફતેહભાઇ ચારોલિયા પાસે લોખંડનો પાઇપ અને ગુલાભાઇ ઉસ્માનભાઇ તથા હાજીભાઇ સાજીભાઇ ચારોલિયા જેઓ ચારેય જણા જેમ ફાવે તેમ ગાળો બોલી લાકડી તથા પાઇપ વડે મુંઢ માર મારેલ અને હાજીભાઇ તથા ગુલામભાઇએ ઢીકાપાટુનો મુંઢમાર મારેલ. દેકારો થતા ત્યા તેમના પત્ની રોશનબેન વધુ માર મારતા બચાવવા જતા તેને પણ મુંઢમાર મારેલ. ઝપાઝપી અને દેકારો થતા ગામના ઇસ્માઇલભાઇ ઉસ્માનભાઇ ચારોલિયા તથા ઇસ્માઇલભાઇ ફતેહભાઇ ચારોલિયા તથા ગામના માણસો ભેગા થઇ ગયેલ. ફરિયાદી તથા તેમની પત્નીને મારનો દુખાવો થતો હોય વાંકાનેર પીર મશાયખ હોસ્પિટલમા સારવારમા દાખલ થયેલ છીએ. સામે વાળા જે તે વખતે કહેતા હતા કે અહીંયા જમીન માપણી કરવા દેવી નથી. અને મારી નાખવાની ધમકી આપેલ છે. બનાવનું કારણ એવુ છે કે કલેક્ટર મોરબી ખાતે ગામના ચાલુ સરપંચ મરીયમબેન તથા સભ્ય કુલસમબેન વિરુદ્ધમાં જમીન દબાણ કરેલ હોય જે બાબતે નહી ગમતા તેની દાઝ રાખી લાકડી પાઇપ વતી મુંઢમાર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે.