ઠીકરીયાળી અને ખેરડીના આરોપીની ધરપકડ
માટેલ રોડ ઉપર બીમારી સબબ બાળકીનું મોત
ચોટીલા: ચોટીલા ડે. કલેકટર એચ. ટી. મકવાણા તથા તેમની ટીમે રાજકોટ હાઇવે ઉપર મોલડી નજીકની ખુશ્બુ હોટલ અને યુપી બિહાર પંજાબી ઉપર આકસ્મિક દરોડા પાડેલ અને ૧૧ કલાક કાર્યવાહી ચાલી હતી.
મસ મોટો જથ્થો છુપાવવા બંન્ને હોટલનાં મળી કુલ પાચ ટાંકાઓ મળી આવેલ હતા જેમા અન્ડર ગ્રાઉન્ડ ટાંકાઓ ઉપર પાકા બાંધકામ ખડકી દેવાયેલ હતા જથ્થો કેટલા પ્રમાણમાં છે તેના માટે તંત્રને જેસીબી વડે બાંધકામ તોડી પાડવાની ફરજ પડી હતી. ખુશ્બુ હોટલની અંદર રસોડાના પ્લેટફોર્મને બે ટાંકા બનાવી બાયો ડીઝલ રાખવામાં આવેલ તેના ઉપર રસોઇ કરવામાં આવતી જે આગ લાગવા જેવી ગંભીર દુર્ઘટના બનવાની પુરેપુરી શકયતા હતી.
જ્વલનશીલ પદાર્થનાં પૃથક્કરણ માટે નમુના લીધા છે. તેમજ પોતાની અને અન્યની જીંદગી જોખમમાં મુકી આ ધંધો કરતા અનિધિકૃત ધંધો કરાતો હતો. જેથી આગ જેવી દુર્ઘટના ફાટી નીકળવાની દુર્ઘટના બનવાની અને મોટા પ્રમાણમાં જાનહાનિ થવાની શકયતા પણ રહેલ હતી. દરોડા બાદ સંપૂર્ણ જથ્થો પકડવા માટે જેથી આ બંને હોટલોના માલિક જેમ કે યુપી બિહાર હોટલના જેઠુરભાઈ રામકુભાઈ ખાચર રે. ઠીકરીયાળી તા. વાંકાનેર અને ખુશ્બુ હોટલના વિક્રમભાઈ જોરુભાઈ ધાધલ રે. ખેરડી તા. ચોટીલા સામે બંને હોટલ સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે
માટેલ રોડ ઉપર બીમારી સબબ બાળકીનું મોત
વાંકાનેર તાલુકાના જૂના માટેલ રોડ ઉપર માટેલ ગામની સીમમાં આવેલ સ્પેન્ટો પેપરમીલની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી સુનિલભાઈ રામપ્રસાદ રાવતની 13 વર્ષની દીકરી લાલતી રાવત છેલ્લા 15 દિવસથી બીમાર હતી અને બીમારી સબબ તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. તાલુકા પોલીસ બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે….