મોરબી એલસીબીની ટીમે વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાંથી કરવામાં આવેલ મોબાઇલ ફોનની ચોરીનો ભેદ ઉકેલી નાખેલ છે અને એક આરોપીને પકડીને વાંકાનેર સિટી પોલીસને હવાલે કરેલ છે.
પ્રાપ્ય માહિતી મુજબ એલસીબીની ટીમે બાતમી આધારે રણજીતભાઇ જેરામભાઇ માલણીયાત રહે. હાલ મોરબી પાડા પુલ નીચે વાળાને વાંકાનેર મીલ પ્લોટ ફાટક પાસેથી કરવામાં આવેલ મોબાઇલ ફોનની ચોરીના ગુનામાં ચોરાઉ મોબાઈલ ફોન સાથે પક્ડી પડેલ છે, અને તેને જ એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની યોરી કરેલ હોવાનું કબૂલ્યું છે. જેથી આરોપીને ફોન સાથે વાંકાનેર સિટી પોલીસ હવાલે કરવામાં આવેલ છે. આ ગુનામાં હજુ રાહુલભાઇ જેરામભાઇ માલણીયાત ફરાર છે; જેથી તેને પકડવા માટે તજવીજ ચાલુ છે અને આ આરોપીઓ દિવસ દરમ્યાન અલગ અલગ વિસ્તારમાં જઇ રેઢા મકાન, ફળીયામાં પડેલ મોબાઇલ ફોનની ચોરી કરવાની ટેવ ધરાવે છે.