ઈચ્છુક વર અને કન્યાના વાલીઓએ તા. ૧૮ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ મેળવી જમા કરાવવાનું રહેશે
માધાંતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ માધાંતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ વાંકાનેર દ્વારા આગામી તા. ૧૨ માર્ચ ૨૦૨૩ ને રવિવારના રોજ દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમૂહ લગ્નમાં જોડાવવા ઈચ્છુક વર અને કન્યાના વાલીઓએ તા. ૧૮ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ મેળવી જમા કરાવવાનું રહેશે

સમૂહ લગ્નમાં જોડાવવા ઇચ્છતા વર-કન્યાના વાલીઓએ જન્મ તારીખના દાખલા, લીવીંગ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ૨-૨ ફોટો, માતાપિતાના આધાર કાર્ડ-ચુંટણી કાર્ડ, રેશન કાર્ડની નકલ, આવકનો દાખલો અને જાતિનો દાખલો (કુંવરબાઈના મામેરા યોજના માટે) વાલીનું સ્વ. ઘોષણાપત્રક રજુ કરવાનું રહેશે
ફોર્મ જમા કરાવવા માટે સમુંહ લગ્ન સ્થળ ભગવાન માધાંતાદેવ અને સંતશ્રી વેલનાથબાપુના મંદિર, જાલી બસ સ્ટેન્ડ પાસે થાન રોડ વાંકાનેર ખાતે સંપર્ક કરવો રવિવારના રોજ ફોર્મ સ્વીકારવામાં આવશે
ફોર્મ મેળવવા માટેના સ્થળ અને મોબાઈલ નંબરની યાદી માટે નીચે આપેલ પોસ્ટર જોવું…
