કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

કેરાળામાં દેશી અને જામસરમાં ઈંગ્લીશ દારૂ કબ્જે

વાંકાનેર: તાલુકાના લાલપર ગામથી કેરાળા ગામ જવાના કાચા રસ્તે પેરોલ ફ્લૉ સ્ક્વોડ મોરબીએ દરોડો પાડી રૂ.૭૦૦૦૦/- નો દેશી દારૂ તથા જામસરની વાડીમાં શેઢા પાસે બાવળની કાંટમાંથી ૧૦,૪૪૦/-નો ઈંગ્લીશ દારૂ વાંકાનેર તાલુકા પોલીસના સ્ટાફે કબ્જે કરેલ છે…

જાણવા મળ્યા મુજબ લાલપર ગામથી કેરાળા ગામ જવાના કાચા રસ્તે ગામના તળાવના કાંઠે સ્મશાનની બાજુમાં રફીકભાઈ હબીબભાઇ વીકીયાણી વાંકાનેર, ચંદ્રપુર, ગુલશન સોસાયટીની બાજુમાં રહેતા પોતે સિમેન્ટના થાભલાનું ઝુપડુ બનાવેલ હોય તેની બાજુમાં જાહેરમાં દેશીદારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે રેઇડ કરતા સ્થળ ઉપર કોઈ ઇસમ હાજર મળી આવેલ ન હોય જાહેર જગ્યામાં બાચકાઓ નંગ-૧૪ જે દરેક બાચકામાં ૫-૫ લીટરના બુંગીયા નંગ-૭૦ હોય જે કિ.રૂ.૭૦૦૦૦/- ગણી કબ્જે કરેલ છે

બીજા બનાવમાં જામસરના મુકેશભાઈ મનસુખભાઈ દંતેસરીયા પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીમાં શેઢા પાસે બાવળની કાંટમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ ની બોટલ નંગ-૦૬ કી.રૂ.૭,૮૦૦/- તથા બીયર ટીન નંગ-૧૧ કી.રૂ.૨૬૪૦/- કુલ કિ રૂ. ૧૦,૪૪૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે. આરોપી હાજર મળી આવેલ નથી, ગુન્હો પ્રોહી, એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી) મુજબ નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!