જેતપરડાની સીમમાંથી ‘દેશી’ વેચતા પકડાયા
સિંધાવદર કેફી પીણું પી ને મોટર સાયકલ ચલાવતા પકડાયા
વાંકાનેર: તાલુકાના માટેલ (શીતળાધાર) ગામ રહેણાક મકાનના ફળીયામાં દેશી દારૂ ગાળવાનો ઠંડો આથો તથા ભઠ્ઠીના સાધનો મળતા એક આરોપી સામે ગુન્હો દાખલ થયો છે જયારે જેતપરડા ગામની સીમમાંથી લુણસરીયા અને જેતપરડાના શખ્સને દેશી દારૂ વેચાણ બાબતે પોલીસે પકડેલ છે. સિંધાવદર કેફી પીણું પી ને મોટર સાયકલ ચલાવતા પકડાયા છે…

જાણવા મળ્યા મુજબ માટેલ (શીતળાધાર) ગામના દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ (ઉ.35) આરોપીએ પોતાના રહેણાક મકાનના ફળીયામાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ ગાળવાનો ઠંડો આથો લીટર-૪૦૦ કિ.રૂ. ૮૦૦૦/- તથા ભઠ્ઠીના સાધનો કી.રૂ.૨૦૦/- મળી કુલ કી.રૂ. ૮,૨૦૦/- ના મુદ્દામાલ રેઈડ દરમ્યાન હાજર મળી આવતા પોલીસખાતાએ ગુન્હો પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫એ મુજબ નોંધ્યો છે….

જેતપરડા ગામ જવાના રસ્તે મલ્ટીસ્ટોન ટાઈલ્સના કારખાનાની સામે બાવળની ઝાડી પાસેથી (1) લુણસરીયાના રવિરાજસિંહ સહદેવસિંહ ઝાલા (ઉ.36) સ્થળ પર મળી આવતા અને (2) દારૂ વેચાણ માટે આપી ગયેલ જેતપરડાના સુરેશ ઉર્ફે સુરો કોળીને એકબીજાએ મેળાપીપણુ કરી ગેરકાયદેસરરીતે એક પ્લા.કોથળીમાં દેશી દારૂ લીટર-૧૧ કિં.રૂ.૨૨૦૦/-નો દેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે રાખી આરોપી નંબર-૧ સ્થળ ઉપર મળી આવતા હાજર મળી આવતા પોલીસ ખાતાએ ગુન્હો પ્રોહી.કલમ-૬૫-એ-એ, મુજબ નોંધેલ છે….
સિંધાવદર કેફી પીણું પી ને મોટર સાયકલ ચલાવતા પકડાયા
સિંધાવદર ગાત્રાળનગર કેનાલ પાસે રહેતા વિભાભાઇ રૂપાભાઇ જખાનીયાને કેફી પીણું પી ને મોટર સાયકલ ચલાવતા પકડેલ છે…
