વિરપર-રાતાવીરડા: દારૂના બે ભઠ્ઠા પકડાયા: પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: મહીકા ગામથી હોલમઢ તરફ જતા રોડના ઢાળ પાસે રાતના સવા વાગ્યે ડબલ સવારીમાં બે ઇસમો નીકળતા તેમની પાસેનો વીમલનો થેલો પોલીસ ખાતાએ ચેક કરતા ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ તા.૦૨/૦૨/૨૦૨૪ ના કલાક ૦૦/૧૫ વાગ્યે ડબ્બલ સવારી નીકળેલ મોટર સાયકલને રોકીને ચેક કરતા રાજકોટ તાલુકાના શુકલ પીપળીયા ગામના (૧) વીશાલભાઈ ભુપતભાઈ બોહકીયા જાતે કોળી (ઉ.વ.૨૪) અને (૨) મનીષભાઈ અરજણભાઈ બોહકીયા જાતે કોળી (ઉ.વ.૧૯) પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૧ મળી આવેલ. ઉપરાંત હીરો કંપનીનું સ્પલેન્ડર પ્લસ મોડલનું મોટર સાયકલ નં GJ-03-MQ-3080 વાળુ કુલ મુદામાલ 34125 રૂપિયાનો કબ્જે કરેલ છે. આ કાર્યવાહી એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચમનભાઈ ચાવડા, પો.કોન્સ. વીજયભાઈ ડાંગર તથા રવીભાઇ કલોત્રા દ્વારા કરવામાં આવી હતી.
પોલીસ સ્ટેશનેથી
દારૂના ભઠ્ઠા:
વિરપરમાંથી દારૂનો ભઠ્ઠો પકડાયો:
વીરપરના તળાવની સામેની સાઈડમાં બાવળની કાંટમાં 200 લિટરના આથો ભરેલ બે બેરલ કુલ 400 લીટર આથો મળી આવતા નવઘણ ભગાભાઇ ડાંગરોચા સામે પોલીસે કાર્યવાહી કરી છે.
રાતાવીરડામાંથી ભઠ્ઠો પકડાયો: જયારે બીજો દારૂનો ભઠ્ઠો રાતાવીરડામાંથી પકડાયો છે. રાતાવીરડા ગામની સીમમાં દેવકીનંદન કારખાના પાછળ લોખંડના ચૂલા ઉપર લોંખડનું ટીપ, એની ઉપર સ્ટીલનું બકડિયું અને ટીપમાં વચ્ચે નળી ફિટ કરી હતી, તેમાંથી દારૂ ગળાઈને કેનમાં જતો હતો. 4150 ના મુદામાલ સાથે વીરપરના વિજય લાલજીભાઈ દેકાવાડીયાની ધરપકડ કરેલ છે.
દારૂ અંગેના અન્ય ગુન્હાઓ:
કબ્જામાં:
(1) નવી દેવરી પાણીના ટાંકા પાછળથી જવેરભાઈ જેઠાભાઇ વિકાની પાસેથી 32 કોથળી અને (2) રાતાવીરડામાં ખીમાભાઇ કૂણપરાના મકાનમાં રહેતા જયસુખ રાજુભાઈ કુનતીયા પાસેથી 25 કોથળી સાથે ધરપકડ.
સર્પાકારે બાઈક ચલાવતા:
કેફી પ્રવાહી પીને સર્પાકારે બાઈક ચલાવતા માટેલ રેસી સીરામીકમાં રહેતા મશરૂ ડાયાભાઇ ઝાપડિયાની મોટર સાયકલ સાથે ધરપકડ
પીધેલ:
(1) વાંકાનેર નવાપરા શેરી નં 4 માં રહેતા ધર્મેશ વાઘજીભાઈ માઇસરીયા (2) ભાટિયા સોસાયટી ત્રિલોક ધામ પાસે રહેતા જાવિદ મહમદ કુરેશી અને (3) પંચાસરના રાજેશ નરસી પનારા પીધેલ પકડાયા છે.
ટ્રાફિકના નિયમનો ભંગ:
(1) ગારીડાના અનિલ પરસોતમ મઢવી (2) તીથવાના હેમંત મંગાભાઈ ભવાણીયા (3) નવા ઢુવાના અજય છનાભાઈ ડાભી અને (4) કુંભારપરા રામદેવ પીરના મંદિર પાસે રહેતા શૈલેષ બાબુભાઇ કોરડીયા ટ્રાફિકના નિયમનો ભંગ કરવા સબબ કાર્યવાહી
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો