વાંકાનેર દિવાનપરા પુજાપાન સામેની શેરીમાં રહેતા એક શખ્સની નિર્મલા કોન્વેટ સ્કુલની પાછળ
આવેલી વાડીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પ્લોટ્સ ખાતાએ પકડેલ છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ દિવાનપરા પુજાપાન સામેની શેરીમાં રહેતા વિશાલભાઈ રાજેશભાઈ સોલંકી જાતે-કોળી (ઉ.વ.૨૩) ની જડેશ્વર રોડ પરની વાડી-ખેતરમાં
પરમીટ કે આધાર વગર અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની કંપની શીલપેક બોટલો નંગ-૫૬ કી.રૂ.૨૫૨૮૦/-મળી આવેલ છે. પોલીસ ખાતાએ પ્રોહી.એકટ કલમ-૬૫૬૫એ.ઈ, ૧૧૬ બી મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે.