કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

બોગસ બિયારણ, ખાતર અને દવાનો જથ્થો જપ્ત

ગુજરાતમાં બોગસ બિયારણનો 2.68 લાખ કિ.ગ્રા જથ્થો જપ્ત થયો, 8.36 કરોડનું ખાતર, 10,417 લીટર દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

રાજ્યમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ઉત્પાદન કરતા એકમો અને વિક્રેતાઓ દ્વારા ખેડૂતોને યોગ્ય ગુણવત્તા યુક્ત ખેત સામગ્રી પૂરી પાડવામાં આવે તથા લે ભાગુ તત્વો દ્વારા ખેડૂતોને અનઅધિકૃત કે હલકી ગુણવત્તાવાળી ખેત સામગ્રીનું વેચાણ કરવામાં ન આવે તેની તકેદારી રાખવી એ ગુણવત્તા નિયંત્રણ તંત્રની પ્રાથમિક જવાબદારી છે.

રાજ્યમાં કૃષિ વિભાગ દ્વારા બિયારણ, ખાતર તથા જંતુનાશક દવામાં ભેળસેળ કરનારાઓ સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે અને ખેતીવાડી ખાતા દ્વારા ઉત્પાદકો તથા વિક્રેતાઓને ત્યાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજ્ય કક્ષાએથી ખાસ ૩૩ સ્કોર્ડની રચના કરી 102 બિયારણ, ખાતર તથા જંતુનાશક દવા ઉત્પાદન કરતા એકમો અને 2394 વિક્રેતાઓને ત્યાં ગુણવત્તા નિયંત્રણ સબંધિત તમામ બાબતોની ખાસ ચકાસણી કરવામાં આવી હતી.

આ ચકાસણી દરમિયાન વિવિધ 549 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમજ 621 જેટલા ઉત્પાદકો/ વિક્રેતાઓને નોટીસ આપી અંદાજીત 836 લાખની વેચાણ કિંમતનો ખાતરનો 1185 મે.ટન, જંતુનાશક દવાનો 10417 કિગ્રા/લિટર તથા બિયારણનો 2,68,797 કિગ્રા જથ્થો અટકાવવામાં આવ્યો હતો. આ ડ્રાઈવ દરમિયાન સબસીડાઇઝ ખાતરના અનઅધિકૃત ઉપયોગ અટકાવવા ઔદ્યોગિક એકમોની પણ ચકાસણી હાથ ધરવામાં આવી.

રાસાયણિક ખાતરના વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ ખાતરનો સ્ટોક તથા પી.ઓ.એસ મશીનમાં ઉપલબ્ધ સ્ટોકનું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું અને જ્યાં વિસંગતતા જણાયેલ તેઓને નોટિસ આપવામાં આવી.

આ અંગે કૃષિ મંત્રી રાધવજી પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ગુણવત્તા યુક્ત બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ મળી રહે તે માટે ખેડૂત સમાજ અને કૃષિના હિતમાં કોઈ બાંધછોડ ન કરવા અને કડક કાર્યવાહી કરવા કટીબદ્ધ છે.અનઅધિકૃત પ્રકારનાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું ઉત્પાદન, પ્રોસેસીંગ, પેકીંગ તથા વેચાણ કરવામાં આવતું હોવાની બાબત જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકને તુરંત જાણ કરવા રાજ્યનાં ખેડૂતોને અપીલ કરવામાં આવે છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!