વાંકાનેર: વાંકાનેરથી આવતા આઈસર ટ્રકમાં ઘાસચારાની વ્યવસ્થા વગર પશુઓ લઈ જવાતા હોવાની બાતમી ચોટીલાના ગૌરક્ષકોને મળતા વોચ રાખી હતી. જેમાં આઈશરમાં લઈ જવાતા 9 પશુને બચાવી લેવાયા હતા અને વાહનના ચાલક તથા કલીનર સામે ચોટીલા પોલીસ મથકે પશુ ક્રુરતા અધિનિયમ મુજબ ગુનો નોંધાયો છે.
આ ગુન્હામાં આઈસર ચાલક વાંકાનેરનો દીલીપસીંગ દાડમસીંગ સોલંકી અને કલીનર બાબુ દીલીપભાઈ પરમાર હોવાનું સામે આવ્યુ હતુ. આ બન્ને શખ્સોને વાંકાનેરનો અશરફ યાકુબભાઈ પશુઓ ભરેલી આઈશર આપી ગયો હોવાનું ખુલ્યુ હતુ. પોલીસે રૂ. 1.20 લાખની 8 ભેંસ, રૂ. 10 હજારનો પાડો, રૂ. 3 લાખની આઈસર ટ્રક અને ર મોબાઈલ ફોન સહિત રૂ. 4.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને સામે પશુ ક્રુરતા અધીનીયમ મુજબ ગુનો નોંધ્યો છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો