મોમીન સમાજનું ગૌરવ
પાંચદ્વારકા ગામની પરાસરા કુટુંબની પ્રતિભાશાળી દીકરી
વાંકાનેર: તાલુકાના પાંચદ્વારકા ગામની એક પ્રતિભાશાળી દીકરી ફરજાનાબાનુ રસુલભાઈ પરાસરાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Combined Competitive Exam) પાસ કરીને ગ્રુપ-A પદ માટે પસંદગી મેળવી છે અને હાલ જામનગર કલેકટર કચેરી ખાતે પોતાની ફરજ નિભાવવાની તૈયારીમાં છે.

તેમના માતાપિતા — શ્રીમતી જીલુબેન અને શ્રી રસુલભાઈ પરાસરા “ગેલેક્સી બેંક”ના નિષ્ઠાવાન કર્મચારી છે અને તેમની દીકરી ઉપર અઢળક પ્રેમ અને સહારો છે. ફરજાનાબાનુએ આ ઉપરાંત નીચેની મહત્ત્વપૂર્ણ સરકારી ભરતીની પ્રાથમિક પરીક્ષાઓ પણ સફળતાપૂર્વક પાસ કરી છે:
✅ GPSC ACF & RFO PRE – 2025
✅ Gujarat Forest Exam – 2024
✅ GPSC Class 1 & 2 PRE – 2024

આ સિદ્ધિઓ માત્ર પરીક્ષા પાસ કરવી નહિ પરંતુ, સમાજમાં યુવતીઓ માટે પ્રેરણારૂપ સાબિત થાય છે. ફરજાનાબાનુએ પોતાની મહેનત, સંયમ અને માતા-પિતાની પ્રેરણાથી આવા મહત્વપૂર્ણ પડાવ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો છે.
પરિવાર તરફથી સંદેશ:
“અમે ગર્વ અનુભવી રહ્યા છીએ કે અમારું બાળક સમાજમાં એક નવી ઓળખ બનાવી રહ્યું છે. અમે દુઆ કરીએ છીએ કે તે હંમેશા આગળ વધે અને સમાજ તથા રાષ્ટ્રની સેવા કરે.”