વાંકાનેર શહેર તેમ જ તાલુકામાં બહોળી સઁખિયામાં વસતા વરિયા પ્રજાપતિ સમાજની બેઠક જ્ઞાતિના અગ્રણીઓ, આગેવાનો, ઉદ્યોગપતિની ઉપસ્થિતિમાં યોજાયેલ હતી. જેમાં નવા પ્રમુખ – ઉપપ્રમુખની સર્વાનુમતે બિનહરીફ નિમણુંક કરાઈ હતી.
પ્રમુખ તરીકે લલિતભાઈ મનજીભાઇ ધરોડિયા અને ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ દેવકરણભાઇ કણસાગરાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આથી સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજમાં આનંદ છવાયો હતો. ઉપસ્થિત જ્ઞાતિજનોએ અભિનંદન આપ્યા હતા. નવા હોદેદારોએ સમાજના વિકાસ માટે કટિબદ્ધ હોવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. કમલસુવાસ બન્નેને અભિનંદન પાઠવે છે.