વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પત્ની અને પૂર્વ ધારાસભ્ય જયોત્સનાબેન સોમાણીના આત્મ કલ્યાણ માટે વાંકાનેર લોહાણા મહાજન, લોહાણા યુવક મંડળ તથા રઘુવંશી સોશ્યલ ગ્રુપના સંયુકત ઉપક્રમે ત્રણ દિવસ દરરોજ રાત્રે 9થી સોમાણીના નિવાસસ્થાને ગ્રિષ્મ કુટીર ખાતે રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેરમાં રામધુનમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી નિ:શુલ્ક સેવા આપતા આ શ્રી શ્યામ ધુન મંડળના બાર કલાકારનો કાફલા સાથે વાતાવરણ ધર્મમય બનાવતા હોય છે.
રઘુવંશી લોહાણા સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકોને પણ રામધુનમાં ઉપસ્થિત રહેવા વાંકાનેર લોહાણા મહાજન યુવક મંડળ તથા સોશ્યલ ગ્રુપના પ્રમુખો દ્વારા જણાવાયું છે.