કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સનસનાટી: એએસઆઈની બેરેકમાંથી દારૂની બોટલો મળી

આરપીએફની બેરકમાં રાજકોટની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરતાં ઝડપાયા

વાંકાનેર રેલવે સ્ટેશનમાં આરપીએફની બેરકમાં રાજકોટના અધિકારીઓના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન એએસઆઇની બેરકમાંથી દારૂની બે બોટલ અને બે ખાલી બોટલ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જે મામલે વાંકાનેર આરપીએફના પીઆઇની ફરિયાદ પરથી એએસઆઇ સામે ગુનો નોંધવામાં આવ્યો છે…

પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર હેડ ક્વાર્ટરમાં આરપીએફના પીઆઇ અનિલકુમાર હુકમચંદ બુંદેલા દ્વારા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વાંકાનેર રેલવે સ્ટેશનમાં આરપીએફ બેરેકના રૂમમાં રહેતા એએસઆઈ ચેતન શંકરભાઈ રાઠોડ (ઉ.વ 42) નું નામ આપવામાં આવ્યું છે…

તેઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નવરાત્રીના તહેવારોને લઈ સ્ટાફ ફરજ પર હાજર છે કે કેમ? સહિતની બાબતો અંગે તપાસ કરવા માટે ગત તા.9 ના વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે રાજકોટથી આરપીએફના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેરકનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ચેકિંગ દરમિયાન એએસઆઈ ચેતન રાઠોડ કે જે બેરકના રૂમમાં એકલા જ રહેતા હોય તેમના રૂમના કબાટમાંથી દારૂની બે બોટલો તથા એક ખાલી બોટલ અને એક અડધી બોટલ મળી આવી હતી. જેથી આ અંગે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરાયા બાદ પીઆઇ દ્વારા એએસઆઇ સામે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!