કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

આજે જિલ્લા, તાલુકા, પાલિકા માટે સેન્સ પ્રક્રિયા

આજે જિલ્લા, તાલુકા, પાલિકા માટે સેન્સ પ્રક્રિયા

ભાજપની મુરતિયાઓને શોધવા માટેની કવાયત શરુ

વાંકાનેર: ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થાય તેમ છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા તેના મુરતિયાઓને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે મોરબી જિલ્લા ભાજપ દ્વારા આવતીકાલથી ત્રણ દિવસ સુધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે

મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે તા 1/4 /2026 ના રોજ સવારે 9:30 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ત્યારે 11:30 થી 1:30 વાગ્યા સુધીમાં વાંકાનેર તાલુકા પંચાયત અને વાંકાનેર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો માટે સેન્સ લેવાશે ત્યારબાદ બપોરે 2:30 વાગ્યાથી 4:30 સુધીમાં વાંકાનેર નગરપાલિકાની બેઠકો, તો 4:30 થી 8:30 સુધીના સમયગાળા દરમિયાન ટંકારા તાલુકા પંચાયત, ટંકારા તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો અને ટંકારા નગરપાલિકાની બેઠકો માટે થઈને દાવેદારોની સેન્સ લેવામાં આવશે.

આ વખતે ભાજપ દ્વારા જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમાં ઉમેદવારોએ પોતે જ હાજર રહીને પોતાની ઉમેદવારી કરવાની રહેશે અને બીજા કોઈ પણ પ્રકારના ટેકેદારોને સાથે લાવવાની સખત મનાઈ કરવામાં આવી છે તેમજ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક જિલ્લા કાર્યાલયથી સેન્સ પ્રક્રિયા સમયે જ મેળવીને ભરીને પરત આપવાનું રહેશે સેન્સ પ્રક્રિયા જે તે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સીટ અને નગરપાલિકાના વોર્ડની સીટ ક્રમશઃ મુજબ હાથ ધરવામાં આવશે અને ખાસ કરીને ઉમેદવારે વિધાનસભાની મતદાર યાદીમાં મતદાર ક્રમાંક અને સ્થાનિક સ્વરાજની મતદારનો મતદાર ક્રમાંક ફરજિયાત લખવાનો રહેશે તેમજ બુથ નું નામ નંબર, પ્રાથમિક સદસ્ય નંબર, સક્રિય સદસ્ય નંબર, પક્ષમાં વર્તમાન કે પૂર્વમાં જે જવાબદારી સંભાળી હોય તે લખવાની રહેશે તથા ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ના ફોટા પણ દાવેદાર હોય તેને સાથે રાખવાના છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!