સિંધાવદર, વીડી ભોજપરા, કણકોટ,ખેરવા, ઘીયાવડ, ખીજડીયા, વણઝારા, ખખાણા, પ્રતાપગઢ, જુની કલાવડી, નવી કલાવડી, કણકોટ, પીપરડીનો સમાવેશ
વાંકાનેર: તાલુકા વહીવટી તંત્ર – વાંકાનેર, જી. મોરબીની એક યાદીમાં જણાવાયું છે કે પારદર્શી પ્રશાસન માટે કટીબદ્ધ માટે વહીવટી તંત્ર દ્વારા પ્રજાની લાગણી, માંગણી પુર્ણ કરવા તથા સરકારની યોજનાઓના લાભ અને સહાયતા અંગેની નાગરીકતા વ્યક્તિગત રજુઆતો સ્થળ ઉપર જ ઉકેલ માટે “સેવાસેતુ કાર્યક્રમ” તા. ૧૦/૦૩/૨૦૨૬, મંગળવાર સિંધાવદર તાલુકા શાળા સમયઃ સવારે ૯:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક સુધી યોજાશે…
કાર્યક્રમમાં સમાવિષ્ટ ગામો
સિંધાવદર, વીડી ભોજપરા, કણકોટ,ખેરવા, ઘીયાવડ, ખીજડીયા, વણઝારા, ખખાણા, પ્રતાપ ગઢ, જુની કલાવડી, નવી કલાવડી, કણકોટ, પીપરડી
સેવાસેતુ કાર્યક્રમમાં વિભાગવાર વિવિધ સેવાઓ જેવી કે, આવક / જાતિના દાખલા, રેશનકાર્ડ માં નામ દાખલ, નામ કમી, નામ સુધારો, તથા ઈ-કે.વાય.સી. ની કામગીરી, આધારકાર્ડને લગતી કામગીરી, પી.એમ.જે.વાય યોજના અને તેને સંલગ્ન અન્ય યોજનાઓ, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજકલ્યાણ અને આદિજાતી વિકાસ વિભાગની યોજનાઓ, બસ કન્સેશન પાસ, ગંગા સ્વરૂપા આથિર્ક સહાય, નિરાધાર વૃધ્ધ વંદના, સંકટ મોચન સહાય યોજના, નવીન વારસાઈ અરજીઓ, જન્મ-મરણ પ્રમાણ પત્ર, લગ્ન નોંધણી અને મિલકત આકરણી ઉતારા, ઘરેલુ નવા વિજ જોડાણ, બેંન્કીંગને લગતી સેવાઓ, પી.એમ.કિશાન સમ્માનનિધી લાભાર્થીનું ઈ-કે.વાય. સી., સોઈલ હેલ્થ કાર્ડ, માતૃ શક્તિ યોજના અંગેના કામોનો સમાવેશ કરેલ છે….

