શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અસરગ્રસ્તોને જમાડયા
વાંકાનેર: વાવાઝોડાની અસર ધ્યાનમાં રાખી રાજવી કેશરીદેવસિંહ ઝાલાએ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કરી લોકોને સાવચેત રહેવા તાકીદ કરી હતી.


તેમજ જરૂરિયાતમંદોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. અને જરૂરી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજવીએ ગરાસિયા બોર્ડિંગ ખાતેથી તિથવા ગામના કુબા મુકામે લોકોને જમાડવામાં આવ્યા.


મોરબી જિલ્લાના હોદ્દેદારો તેમજ સેવાભાવી કાર્યકર્તાઓએ સેવાકીય જહેમત ઉઠાવી હતી. તેમજ 16મીએ જરૂરિયાતમંદ લોકોને ગ્રીન ચોક તાલુકા શાળા નંબર 1, તેમજ વૈશાલી નગર પેડકમા 130 કરતા પણ વઘારે લોકોને ફુડ પેકેટ આપીને જમાડવામાં આવ્યા હતા.


ગ્રામ્ય વિસ્તારમાં જેમાં પંચાસીયા ગામના 80 કરતા પણ વઘારે લોકોને ફુડ પેકેટ અપાયા હતા. ભોજપરા વાદી વસાહત તેમજ મકતાનપર, આણંદપર ગામના 700 થી વઘારે અસરગ્રસ્તો લોકોને ફુડ પેકેટ અપાયા હતા.
