વાંકાનેર: વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના નવા રાજાવડલા ગામે કેનાલના એરવાલ પાસે પોલીસે દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા કુલ સાત જનની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ નવા રાજાવડલાના (૧) રમેશભાઇ પ્રેમજીભાઈ ડેડાણીયા (૨) વિમલભાઇ મહેશભાઇ ચાવડા (૩). દિનેશભાઇ કનુભાઇ દેત્રોજા (૪) જગદીશભાઇ વરસિંગભાઇ શિહોર (૫). ભરતભાઇ અમૃતભાઇ ચાવડા (૬) સંજયભાઇ રસિકભાઇ સોલંકી અને (૭) અરૂણભાઇ શંકરભાઇ ડેડાણીયાને રોકડ રકમ સહિત કુલ રૂ. 12,400 સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ