સમથેરવા અને સીટી સ્ટેશન રોડ પર રમતા હતા
સમથેરવામાં બે નાસી ગયા: બે મોટર સાયકલ કબજે
વાંકાનેર: તાલુકાના સમથેરવા ગામે મોટા મઢવાળા ચોકમાં જુગાર રમતા પાંચ અને વાંકાનેર સીટી સ્ટેશન રોડ પર પાણીની પરબ પાસે જુગાર રમતા બે જણાને પોલીસ ખાતાએ પકડેલ છે…
જાણવા મળ્યા મુજબ સમથેરવા ગામે મોટા મઢવાળા ચોકમાં જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો જુગાર રમતા કુલ રોકડા રૂપીયા ૬,૪૨૦/- તથા બે મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૫૬,૪૨૦/- સાથે રેઇડ દરમ્યાન આરોપી નં.૧,૨,૩ ના પકડાઇ જઇ તથા નં.૪ તથા ૫ નાઓ નાશી ગયેલ હતા, આરોપીઓના નામ નીચે મુજબ છે….
(૧) વશરામભાઇ મનજીભાઇ સેટાણીયા (ઉવ.45) રહે. સમથેરવા (2) ધુળાભાઈ સોમાભાઇ સેટાણીયા (ઉવ.50) રહે. સમથેરવા (3) કાળુભાઇ ઉર્ફે જગાભાઇ મંગાભાઇ સેટાણીયા (ઉવ.40) ગામની સીમમાં હરદરીયા સીમમાં વાડીએ 
(4) જગાભાઈ નાનુભાઈ મુંધવા રહે. સમથેરવા અને (5) સંજયભાઇ મોનાભાઈ ગામારા રહે. સમથેરવા પોલીસ ખાતાએ ગુન્હો જુગારધારા કલમ ૧૨ મુજબ નોંધેલ છે, કાર્યવાહી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના અનાર્મ પો.કોન્સ. દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ.અજયસિંહ ઝાલા, રાજેશભાઈ પલાણી તથા બ્રિજેશભાઇ બોરીચા દ્વારા કરવામાં આવી હતી…
બીજો દરોડો વાંકાનેર સીટી સ્ટેશન રોડ પર પાણીની પરબ પાસે પાડી પોલીસે (1) પ્રકાશભાઈ નવઘણભાઈ બાંભણીયા અને (2) સુરેશભાઈ નવઘણભાઇ બાંભણીયા 
રહે, બંને સીટી સ્ટેશન રોડ અમરસિંહજી હાઇસ્કુલ સામે વાંકાનેરને જાહેરમાં બેસી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૨૫૭૦/-સાથે મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ દાખલ થયો છે…
