મોડી રાત્રે પોલીસ દરોડો: રૂ.૬,૨૯૦/ કબ્જે
પોલીસને જોઈ નાશભાગ કરવા લાગેલ પણ પકડાઈ ગયા
વાંકાનેર: અહીં પેડક (દિગ્વિજયનગર) માં ગેરકાયદેસર રીતે જાહેરમાં બેસી ગંજીપતાના પાના વતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૬,૨૯૦/-સાથે ત્રણ પુરુષ અને ચાર મહિલાઓ મળી આવતા ગુન્હો દાખલ થયો છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર પી.એસ.ઓ એ ટેલીફોનિક વર્ધી આપેલ કે ૧૧૨ માં ફોન આવેલ છે કે પેડક સોસયટીમા જસદણ સિરામિકની બાજુમા મીનાબેન વોરાના મકાનની બાજુમા જુગાર રમે છે આથી રાત્રે સાડા અગિયાર વાગ્યે ત્યાં 
પોલીસે રેઇડ કરતા જાહેરમાં ત્રણ પુરૂષ તથા ચાર મહીલા ગોળ કુંડાળુ વાળી જોવામાં આવતા જે પોલીસને જોઈને નાશભાગ કરવા લાગતા પોલીસ સ્ટાફે તુરત જ કોર્ડન કરી જેમના તેમ બેસાડી દીધેલ, પકડાયેલ આરોપીઓના નામ નીચે મુજબ છે….
(1) સંદીપકુમાર રાકેશકુમાર બેઇન (ઉ.વ.30) રહે. પેડક સોસાયટી, જસદણ સિરામીકની ઓરડીમાં (2) બીપીનભાઈ રમેશભાઇ શંખેસરીયા (ઉ.વ.35) રહે. પેડક સોસાયટી, જસદણ સિરામીકની ઓરડીમાં 
(3) મનોજકુમાર રાધેલાલ પટેલ (ઉ.વ.35) રહે. પેડક સોસાયટી, જસદણ સિરામીકની ઓરડીમાં (4) મીરાબેન જેન્તીભાઈ વોરા (ઉ.વ.40) રહે. પેડક સોસાયટી 
(5) નીરૂબેન વજુભાઈ ગુગડીયા (ઉ.વ.50) રહે. પેડક સોસાયટી (6) રાધાબેન છગનભાઈ વોરા (ઉ.વ.42) રહે. પેડક સોસાયટી અને (7) નયનાબેન મેહુલભાઈ ગુગડીયા (ઉ.વ.3)) રહે. પેડક સોસાયટી પોલીસ ખાતાએ રૂપિયા 6290 મુદામાલ તરીકે કબ્જે કરી ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધેલ છે. કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટે.ના પો.કોન્સ પ્રવિણભાઇ મોમૈયાભાઇ ભરવાડ, પો.કોન્સ. રાણીગભાઈ નાજભાઇ ખવડ તથા મહિલા પો.કોન્સ. રેશમાબેન મહમદઇકબાલ સૈયદ દ્વારા કરવામાં આવી હતી…