વાંકાનેર: હાઇવે ઉપર ઢુવા ચોકડી પાસે રહેતા પરિવારની દીકરીને ઝાડા ઉલટી થયેલ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી અને તેણીનું સારવાર દરમિયાન મોત નિપજેલ છે.






વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ચોકડી પાસે રહેતા પરિવારની પરિબેન સંદીપભાઈ કાઠી નામની સાત વર્ષની બાળકીને ઝાડા ઉલટી થયા હોય તેણીને મોરબી લાવવામાં આવી હતી અને અહીં પરીબેન કાઠીનું મોત થયુ હતું.હોસ્પિટલ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.
