રાતાભેર ગામે ત્રણ ભેંસો- એક પાડી ચોરાઈ
વાંકાનેર: ઢુવા ચોકડી નજીક રહેતા શખ્સની સાત વર્ષની પુત્રીને ઝાડા ઉલટી શરૂ થયા બાદ બેભાન થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું, બીજા બનાવમાં હળવદ તાલુકાના રાતાભેર ગામે ત્રણ ભેંસો- એક પાડી ચોરાયાની ફરિયાદ થઇ છે….

જાણવા મળ્યા મુજબ ઢુવા ચોકડી નજીક ભાડાના રૂમમાં રહી ડ્રાઇવિંગ કરતા મૂળ અમરેલી જિલ્લાના રાજુલા ગામના વતની સંદીપભાઈ માલકુંભાઈ વાળાની સાત વર્ષની પુત્રી પરી ઉર્ફે ઝલકને ગઈકાલે બપોરના સમયે અચાનક ઝાડા ઉલટી શરૂ થયા બાદ બેભાન થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું, આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

રાતાભેર ગામે ત્રણ ભેંસો- એક પાડી ચોરાઈ
હળવદ તાલુકાના રાતાભેર ગામે મુકેશભાઈ હેમુભાઈ ઇન્દરીયા (ઉ.વ.૩૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઇ અજાણ્યા ચોર ઈસમ દ્રારા ફરીયાદીએ વાડીએ બાંધેલ ભેંસ નંગ-૧ જેની કિ.રૂ ૩૦,૦૦૦/- ગણી શકાય તે તેમજ પાડી નંગ-૧ જેની કિ.રૂ ૧૦,૦૦૦/- તેમજ સાથી અરજણભાઇની વાડીએથી ભેંસ નંગ-૧ જેની કિ.રૂ ૩૦,૦૦૦/- તેમજ સાથી વાઘજીભાઇની વાડીએથી ભેંસ નંગ-૧ જેની કિ.રૂ ૩૦,૦૦૦/- ગણી શકાય એમ કુલ ત્રણ ભેંસો તથા એક પાડી જેની કુલ કિ.રૂ ૧,૦૦,૦૦૦/- ગણી શકાય તે ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
