ઢુવા પાસે પેટ્રોલ પંપ નજીકનો બનાવ
વાંકાનેર: તાલુકાના નવા ઢુવા ગામે રહેતી એક સાત વર્ષીય બાળકીને બાઈક સ્લીપ થતા ઇજા થઇ છે…


























જાણવા મળ્યા મુજબ નવા ઢુવા ગામે રહેતી પૂજાબા ઘનશ્યામસિંહ ચુડાસમા (ઉ.7) નામની બાળકી બાઈકમાં બેસીને જઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર ઢુવા પાસે પેટ્રોલ પંપ નજીક બાઈક સ્લીપ થયું હતું જેથી તે બાળકીને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી શરુ કરી છે.
