વાંકાનેરની સ્કૂલમાં તપાસ થવી જરૂરી
અમદાવાદ: વાંકાનેર શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલ શાહ પાસેથી અમદાવાદ ક્રાઈમબ્રાંચે અનેક સરકારી ડોક્યુમેન્ટ જપ્ત કર્યો હતા. જેમા સરકારના આરોગ્ય વિભાગના પરિપત્ર, મીનીસ્ટ્રી ઓફ ફાયનાન્સ સેન્ટ્રલ ગર્વમેન્ટ લેટર,
રાજમોતી ઈન્ફા કંપનીને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ કોન્ટ્રાક્ટ આપવાનો લેટર, જીંજર હોટલના ઈનવોઈસ, ભારત રત્ન ગૌરવ સન્માન ધરાવતું ઓળખપત્ર તેમજ બે મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા…
આ ઠગબાજ 2018 થી એટલે કે 6 વર્ષથી ઠગવાના ધંધા આચરતો હતો, અને વાંકાનેરમાં બે સ્કૂલ ધરાવે છે, ત્યારે એમની સ્કૂલમાં ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી સ્કૂલના સ્ટાફની પૂછપરછ કરે તો ઘણા ગોરખધંધા ઉજાગર થવાની શક્યતા છે…