સુન્ની મોમીન-મુસ્લિમ બિરાદરોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આજરોજ શનિવારે રાત્રીના ” શાને અહલે બયેત કોન્ફરન્સ ” નું આયોજન – કરવામાં આવ્યું છે,
જેમાં ખાસ મુંબઈથી આવેલ વક્તા દ્વારા મોમીન-મુસ્લિમ ધર્મગુરૂની ઉપસ્થિતિમાં ઇસ્લામિક હિસ્ટ્રી મુજબ કુરાન શરીફ પ્રમાણે પયગંબર સાહેબ અને તેમના ખાનદાનના મહત્વ વિશે બયાન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં વાંકાનેર મોમીન-મુસ્લિમ સમાજના ધર્મગુરૂ સૈયદ ખુરશીદ હૈદર બાવા, સૈયદ વિઝારતહુશેન બાવા, સૈયદ શાઈર અહેમદ બાવા, સૈયદ સફદરમસુદ બાવા, સૈયદ શકીલ અહેમદ બાવા તથા કારી સૈયદ અલી નવાઝ બાવા સાહેબની ખાસ ઉપસ્થિતિમાં મુંબઇથી અલ્લામા મુફતી શફીકુલ કાદરી (ખલીફાએ શૈખુલ ઇસ્લામ સૈયદ મોહંમદ મદની મિયાં સાહેબ અશરફી તથા ખલીફાએ વકારે મિલ્લત સૈયદ સીબતૈન હૈદર (બરકાતી સાહેબ) પોતાના અંદાજમાં તકરીર (બયાન) ફરમાવશે,
જેથી આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સમગ્ર વાંકાનેર તાલુકામાંથી સુન્ની મોમીન-મુસ્લિમ બિરાદરોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
પ્રોગ્રામ: તારીખ– 12-8-2023 શનિવાર, સમય– ઈશાની નમાઝ બાદ, સ્થળ– ઈદ મસ્જિદનું ગ્રાઉન્ડ, પંચાસીયા; તકરીરના પ્રોગ્રામ બાદ- આમ ન્યાઝ. આયોજક: સુન્ની મોમીન મશાયખી જમાત. સોયબ પટેલ (98989 06572), અબ્બાસ કડીવાર (92635 77911) હારુન ચૌધરી (98249 52735)
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ