સમગ્ર ગુજરાત બોર્ડમાં ચોથા અને વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમે
નીતા ભાનુશાળી
આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ (કોમર્સ)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વાંકાનેરની નામાંકિત શારદા વિદ્યાલયની વિદ્યાર્થિની ભાનુશાળી નીતાએ સમગ્ર ગુજરાત બોર્ડમાં ચોથા અને વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે…
આ તકે વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવનાર નિતા ભાનુશાળી સાથે વાત કરતા તેમણે પોતાની આ સફળતા પાછળ પોતાની મહેનત સાથે શાળાના શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન તથા શાળા મેનેજમેન્ટનાં સુંદર શૈક્ષણિક આયોજનથી આ સફળતા મેળવી હોવાનું જણાવ્યું હતું. નિતા ભાનુશાળીએ 95.57 % અને 99.96 PR સાથે સમગ્ર કેન્દ્રમાં પ્રથમ સ્થાન સાથે સમગ્ર ગુજરાતમાં ચોથો ક્રમાંક મેળવ્યો છે. આ સાથે જ તેણે એકાઉન્ટ અને વાણિજ્ય વ્યવસ્થા (B.A) વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી જ્વલંત સફળતા મેળવી છે….