વાંકાનેર: ભાટીયા સોસાયટી ખાતે રહેતા કથાકાર શાસ્ત્રી શ્રી ગોપાલભાઇ પંડયાને તાજેતરમાં પતિત પાવનમાં ભગીરથી ખોળે એટલે કે હરીદ્વાર ખાતે શ્રીમદ્દ ભાગવત કથાના વકતા થતાની સાથેજ ગોસ્વામી સમાજ સાથે પારિવારીક સબંધો ધરાવતા શ્રી ગોપાલભાઇ પંડયા (શાસ્ત્રીજી)નુ હરીદ્વાર ખાતે સૌભાગ્ય પ્રાપ્ત થતા શ્રી વાંકાનેર દશનામ ગોસ્વામી યુવાગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રીજીનું ફુલહાર તથા સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું.
ઉપરોકત કાર્યક્રમમાં ગોસ્વામી ટ્રસ્ટના યુવા ભા.જ.પ. નેતા ચેતનગીરી ગોસ્વામી, પાર્થગીરી, દેવાંગગીરી, આષિશપરી, અમીતપરી, ભાવેશપરી, અમિતવન તથા ભુમીતગીરી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને પુજય શાસ્ત્રીજીને શુભકામના પાઠવવામાં આવી હતી.