ભારે પવનથી પતરાની સાથે કાચાપાકા માલને પણ નુકશાની
મોરબી : વાવઝોડાનું કાઉન્ટ ડાઉન વચ્ચે તેજ પવનથી વાંકાનેરના લુણસર પાસે આવેલ સેનેટરીવેર્સ ફેક્ટરીમાં નુકશાની થઈ હોવાના અહેવાલ મળે છે. ભારે પવનને કારણે સેનેટરીવેર્સ કારખાનાના પતરા તૂટ્યા હતા સાથે જ કાચાપાકા માલને પણ નુકશાની થઈ હતી.
મોરબી જિલ્લામાં વાવઝોડાની અસરતળે ભારે પવન ફૂંકાતો હોય કારખાનામાં નુકશાની થયાના વાવડ મળ્યા છે. જેમાં વાંકાનેરના લુણસર પાસે મચ્છુ નદીના બ્રિજ નજીક આવેલ લિટો સેનેટરીવેર્સ કારખાનામાં ભારે પવનથી શેડના પતરા તૂટી ગયા હતા અને કારખાનામાં કાચા પાકા માલને પણ નુકશાની થઈ હતી.