કાલે તીથવા મુકામે પ્રોગ્રામ
વાંકાનેર વિસ્તારમાં વસતા શેરસીયા પરિવાર (નારેદા વારા) ના તેજસ્વી વિદ્યાર્થીને સન્માનવાનો એક કાર્યક્રમનું આયોજન કુટુંબ તરફથી કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ કાલે એટલે કે ૧૫-૧૧-૨૦૨૩ બુધવારના સવારે : ૮-૩૦ થી ૧૨-૦૦ કલાક સુધી હઝરત લાલાશાહપીર રહેમતુલ્લાહની દરગાહ શરીફ (તીથવા) મુ.તીથવા મુકામે યોજાનાર છે. આ પ્રોગ્રામમાં આયોજક તરફથી શેરસીયા પરિવાર (નારેદા વારા) ના તમામ સભ્યોને મોટી સંખ્યામાં હાજરી આપવા આમંત્રણ આવ્યું છે.
નોંધનીય છે કે વાંકાનેર વિસ્તારમાં શેરસીયા (નારેદાવાળા) 43 ગામમાં રહે છે, જેમાં વાંકાનેર તાલુકાના 41 ગામો ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકાના એક – એક ગામનો સમાવેશ થાય છે.પ્રથમ પાંચ ગામમાં સૌથી વધુ રહેતા શેરસીયા (નારેદાવાળા)ના ઘરની સંખ્યા મુજબ ક્રમશ: આ પ્રમાણે છે (1) તીથવા (2) જોધપર (3) રાણેકપર (4) પંચાસર (5) દીઘલીયા.