કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કેરળનો શિહાબ પગપાળા મક્કા પહોંચ્યો

8600 KM નું અંતર પૂરું કરવામાં 370 દિવસ લાગ્યા

વરસો પહેલા વાંકાનેર તાલુકાના હાજી ખાના બાદીએ પણ પગપાળા હજ કરેલી
શિહાબ સાથે અજમેરમાં મુંઝાવરે કરેલી વર્તણૂકનો વિડિઓ ખૂબ વાયરલ થયેલો

હાલના સમયે લોકો હજ યાત્રાએ જવા રવાના થઈ રહ્યા છે. આ ધાર્મિક યાત્રામાં ભાગ લેવા માટે ભારતમાંથી લગભગ 175000 લોકો મક્કા પહોંચવાના છે. આ યાત્રા 21 મેથી શરૂ થઈ છે. કેરળના એક યુવાન શિહાબ છોટુરે પગપાળા મક્કા જવાનું નક્કી કર્યું. આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. કારણ કે ભારતથી મક્કાનું અંતર 8640 કિલોમીટર હતું. પણ શિહાબની મજબૂત શક્તિ સામે અંતર પણ ઓછું થઈ ગયું.

એક વર્ષ અને પાંચ દિવસમાં એટલે કે (લગભગ 370 દિવસ) તેમણે યાત્રા પૂરી કરી અને મક્કા પહોંચ્યા. તે પાકિસ્તાન, ઈરાન, ઈરાક, કુવૈત થઈને સાઉદી અરેબિયા પહોંચ્યો હતો.

કેરળના મલપ્પુરમ જિલ્લાના વાલાંચેરીના રહેવાસી શિહાબ ચોત્તુરએ 2 જૂન 2022ના રોજ પોતાનું ઘર છોડી દીધું હતું. આ પછી તે પોતાની યાત્રામાં ઘણા સ્ટોપ લઈને આ મહિને મક્કા પહોંચ્યા. સાઉદી પહોંચ્યા પછી, શિહાબ ઇસ્લામના સૌથી મહત્વપૂર્ણ યાત્રાધામ મદીના પહોંચ્યા. અહીં તેણે 21 દિવસ વિતાવ્યા. શિહાબે મક્કા અને મદીના વચ્ચેનું 440 કિલોમીટરનું અંતર નવ દિવસમાં કાપ્યું હતું.

શિહાબ તેની માતા ઝૈનાબા સાઉદી પહોંચ્યા બાદ હજ કરશે. કેરળનો શિહાબ પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. દરરોજ તે દર્શકોને પોતાની સફર વિશે પણ જણાવતો ગયો. તેની સાથે અજમેરમાં મુંઝાવરે કરેલી વર્તણૂકનો વિડિઓ ખૂબ વાયરલ થયેલો.

વરસો પહેલા વાંકાનેર તાલુકાના હાજી ખાના બાદીએ પણ પગપાળા હજ કરેલી, એમના વિશેનો અહેવાલ કમલ સુવાસ ન્યુઝમાં ભવિષ્યમાં આપનાર છીએ.

Content Copying Forbidden !!

error: Content is protected !!