વાંકાનેર : તાલુકાની જુના કણકોટ તાલુકા શાળા ખાતે G 20 “વસુધૈવ કુટુંબકમ”ની થીમ આધારિત સી.આર.સી.કક્ષાના કલા મહોત્સવ અને “નિપુણ ભારત” અંતર્ગત વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 10 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ખેરવા પ્રાથમિક શાળાના શિક્ષક ગણની મહેનતથી કુલ 7 માંથી 5 સ્પર્ધામાં ખેરવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી.
જેમાં અન્વયે બાળ કવિ સ્પર્ધામાં સરવૈયા ધાર્મીબા, સંગીત ગાયન સ્પર્ધામાં ઝાલા પ્રિયાંશીબા, સંગીત વાદન સ્પર્ધામાં ઝાલા રૂપરાજસિંહ, બાળ વાર્તા નિર્માણ સ્પર્ધામાં ખોરજીયા મોનિષા, અજાડિયા નિકિતાએ વાર્તા કથન સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ખેરવા ગામ, ખેરવા પ્રાથમિક શાળા તથા પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું હતું.
દરેક વિદ્યાર્થીને સી.આર.સી.કો. ઓર્ડિનેટર ઇર્ષાદભાઈ શેરશિયા, ખેરવા પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ ઝાલા તથા શાળા સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. હવે વિજેતા થનાર આ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ સી.આર.સી. જુના કણકોટનું પ્રતિનિધિત્વ કરશે.