જડેશ્વર અને ભંગેશ્વર ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી
વાંકાનેર: સમગ્ર દેશની અંદર શિવરાત્રી અને તેની સાથો સાથ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, વાંકાનેરમાં પણ બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે અરુણોદયનગરમાં શિવરાત્રીની અને વિશ્વ મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું
ઉજવણીના ભાગરૂપે બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે બ્રહ્માકુમારીના શૈલાદીદી અને સારિકાદીદી તથા મનુભાઈ, પ્રવીણભાઈ, નારણભાઈ, વસંતભાઈ અને તે સહિતના ભાઈઓ બહનો દ્વારા ત્યાં ખાસ શિવલિંગ બનાવવામાં આવ્યું હતું તેની સાથોસાથ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નયન રમ્ય રંગોળી પણ ત્યાં બનાવવામાં આવી હતી જેનો બ્રહ્માકુમારી સાથે જોડાયેલા લોકો સહિતના લોકોએ દર્શન અને જોવાનો લાભ લીધો હતો….
જડેશ્વર અને ભંગેશ્વર ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી
વાંકાનેરના પૌરાણિક જડેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મહાશિવરાત્રી હોય વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડયા હતા.સાથે જ ઉમા ભંગેશ્વર મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં સવારે,બપોરે અને સાંજે ઉપરાંત રાત્રે 10, 12, 2 અને 4 વાગે એમ ચાર પહોરની આરતી કરવામાં આવી હતી. મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ભક્તોને આખો દિવસ ભાંગનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. મંદિરમાં ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો…
અહીંથી થોડી દૂર આવેલા તીથવા ગામ ખાતેના ઉમા ભંગેશ્વર મહાદેવ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા અને અહીંયા ઉમિયા માતાજીના મંદિરનો આજે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ હોય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે બપોરે મહાપ્રસાદ અને ધૂન ભજન સહિતના ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું…