વાંકાનેરમાં સ્ટેચ્યુ સર્કલ પાસે જડેશ્વર રોડ પર આવેલ ગેસ રીપેરીંગની દુકાનમાં મોડીરાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનેલ છે અને આગ લાગતાની સાથે જ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ દોઢ કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચી ન હતી અને દુકાનમાં રહેલ સંપૂર્ણ માલ સામાન બળીને ખાખ થઈ ગયેલ છે….
વાંકાનેર મોડી રાતના સમયે વાંકાનેર શહેરમાં આવેલ સ્ટેચ્યુ સર્કલ પાસે વોરાના મુસાફરખાનાની સામેના ભાગમાં રેફ્રિજરેટરના રીપેરીંગની દુકાનમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાની આ ઘટનામાં દુકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયેલ છે આગ લાગવાની ઘટનાની જાણ થતાની સાથે જ તાત્કાલિક વાંકાનેર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ દોઢ કલાક જેટલો સમય વીતી ગયો ત્યાં સુધી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ન હતી જેથી કરીને
દુકાનદારની દુકાન આગની ઝપેટમાં આવી જતા આખી દુકાન બળીને ખાખ થઈ ગઈ છે. સદનસીબે દુકાન બંધ હતી ત્યારે ઘટના બનેલ હોવાથી કોઈ જાનહાની થયેલ નથી.